Monday, December 30, 2013

Black Forest Cake


બ્લેક ફોરેસ્ટ કેક:-

*સામગ્રી:


૨ કપ દૂધ

૧૦૦ ગ્રામ બટર
૨૫૦ ગ્રામ મેંદો
૧૫૦ ગ્રામ દળેલી ખાંડ
૧ ૧/૨ T.સ્પૂન બેકિંગ પાવડર
૧ ૧/૨ T.સ્પૂન કોકો પાવડર
૩ T.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર

૧/૨ ચમચી સાજી ના ફૂલ (ખરો)



*આઈસીંગ માટેની સામગ્રી:

૨૫૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
૧૦૦ ગ્રામ આઈસીંગ સુગર
૧ કપ છીણેલી ચોકલેટ
૧/૪ ટી.સ્પૂન વેનીલા એસેન્સ


*સજાવટ(ગાર્નીશીગ):ચેરી


*રીત:

બટર માં દળેલી ખાંડ ઉમેરી ખુબ જ ફીણી હલકું કરો .તેને બાજુ પર રાખી દો. હવે મેંદો,
બેકિંગ પાવડર,સાજી ના ફૂલ ,કોકો પાવડર તથા ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર ને ભેગા કરી ૩ થી
૪ વાર ચાળી લો.હવે બટર વાળા મિશ્રણ માં થોડું દૂધ નાખી ફીણી લેવું પછી તેમાં ધીમે ધીમે મેંદાનું મિશ્રણ અને દૂધ નાખતા જવું અને બિટર થી બીટ કરતા જવું.એક જ દિશા માં બીટ કરવું.લગભગ ૧૦ મિનીટ માટે બીટ કરવું .ગ્રીસ કરેલા માઈક્રો ઓવન પ્રૂફ બાઉલ માં રેડી માઈક્રો મીડીયમ પર ૮ મિનીટ માટે રાખો .
કેક ઠંડી થઇ જાય એટલે વાયર રેક પર અન મોલ્ડ કરી લેવી.બરોબર ઠંડી થાય એટલે તેના વચ્ચે થી
૨ ભાગ કરી બન્ને ભાગ પર સુગર સીરપ થી સોકીંગ કરવું.અને પછી આઈસીંગ કરવું.

આઈસીંગ માટે ક્રીમ ના બાઉલ ને બરફ વાળા વાસણ માં મૂકી તેમાં આઈસીંગ સુગર તથા
વેનીલા એસેન્સ નાખી બિટર કે ચમચા વડે બીટ કરવું. તૈયાર થયેલા આઈસીંગ ને કેક ના બે ભાગ ની વચ્ચે તથા કેક ની ઉપર લગાવી લો.ત્યાર બાદ તેની પર છીણેલી ચોકલેટ ભભરાવો.ઉપર ચેરી મૂકી સર્વ કરો.

Kathiyavadi Dahi (Yogurt)


દહીં:-

*સામગ્રી :

૧ કપ : મીલ્ક પાવડર
૨ ચમચી : છાશ
૨ ૧/૨ કપ: ઉકાળેલું પાણી


*રીત:

પાણી ને ઉકાળી તેમાં મીલ્ક પાવડર નાખી, બરાબર મિક્ષ કરી લો.પછી તે થોડું ઠંડુ થઇ જાય પછી તેમાં છાશ નાખી જરા હલાવી ઢાકણ ઢાકી ગરમ જગ્યા એ ૮ થી ૧૦ કલાક રાખી મુકો પછી ફ્રીજ માં રાખીદો

Mix Vegetable


મીકસ વેજીટેબલ:

*સામગ્રી :

કોબીજ
ફલાવર
લીલા વટાણા
ગાજર
(
બધુ ૫૦ ગ્રામ) 
મરચું
ધાણાજીરું
ખાંડ
(બધુ ૧ ચમચી)
અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે


*ગ્રેવી માટે સામગ્રી :

૪ થી ૫ નંગ ટમેટા,
૨ થી ૩ નંગ લીલા મરચાં,
કાજુના ટુકડાની પેસ્ટ,
૧ ચમચી તજ-લવિંગનો ભૂકો,
વઘાર માટે તેલ અને ઘી,


*રીત :
સૌ પ્રથમ બધા જ શાકભાજી બાફી લો.  હવે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, લીલા મરચાં, કાજુની પેસ્ટ, તર-લવિંગનો ભૂકો - આ બધું જ ભેગું કરી ક્રશ કરી લો. એક કઢાઈમાં તેલ-ઘીનો વઘાર મૂકી ગ્રેવી ઉમેરવી. ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી નાખી, ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરવો. ગ્રેવીનું પાણી થોડું બળવા દેવું.

Nan Khatai


નાન ખટાઇ:-
*સામગ્રી:
100 ગ્રામ મેંદો
100 ગ્રામ સોજી (રવો)
100 ગ્રામ ઘી
100 ગ્રામ ખાંડ નો પાવડર
બેકિંગ પાવડર - 1 / 2 ટી .સ્પૂન
ઈલાયચી પાવડર
2 ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ


*રીત :

ઘી અને ખાંડનો પાવડર ને એક સાથે ભેગા કરી ને સરખા મિક્ષ કરી લેવા. હવે ઉપર બનાવેલા મિશ્રણમાં ધીરે ધીરે મેંદો, રવો, ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે અને બેકિંગ પાવડર નાખતા જવું અને હલાવતા જવું. જરા પણ ગંઠાના થાય તેનું ધ્યાન રાખવું. હવે 15-20 મિનીટ રાખવુ. બેકિંગ પ્લેટ લેવી તેમાં ઘીનું ગ્રીસિંગ કરી તેમાં આ મિશ્રણમાંથી નાન ખટાઇના શેપ આપવા.સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. ઓવેનમાં 180 સેન્ટીગ્રેડ તાપમાને અંદાજે 20-25 મિનીટ બેક કરવું. 10 મિનીટ ઠંડી થવા દેવી પછી બેકિંગ પ્લેટ માથી સર્વિંગ કરવાની પ્લેટમાં કાઢી લેવી.

Veg Manchow Soup


વેજ મન્ચાઉ સુપ -

*સામગ્રી :-

ગાજર
કોબી

શિમલા મરચુ
( આ બધું અડધું ઝીણું સમારેલું)
આદુ :-નાનું ઝીણું સમારેલું
સોયા સોસ :-4 ચમચી
ચીલી સોસ :-અડધી ચમચી
વિનેગર :-1 ચમચી
કૉન ફ્લોર :-2 ચમચી
૧ કાંદો
લસણ ની કળી
2 લીલા મરચા


*રીત :-
બધા શાકભાજી ને ઝીણા સુધારી ને પછી એક નોન સ્ટીક પેન માં 1 ચમચી તેલ લઇ આદુ,લસણ, લીલું મરચું સમારેલું સાતળી પછી એમાં પાછા શાકભાજી નાખી ને હલાવો પછી એમાં પાણી નાખી ને એમાં સોયા સોસ અને ચીલી સોસ નાખો પછી થોડું મીઠું નાખવું અને ગરમ થયા પછી કોર્ન ફ્લોરને ઠંડા પાણી માં હલાવી ને સૂપ માં નાખી ને લીલા કાંદા નાખી ને ગરમ-ગરમ સર્વ કરવું.

Thursday, December 19, 2013

Mini Pizza



*મિની પિઝાઃ

*સામગ્રી-

-બ્રેડ 3 સ્લાઈસ
1 ટેબલ સ્પૂન -ચણા
1/2 ટી સ્પૂન -ચાટ મસાલો
1 ટેબલ સ્પૂન -રવો
1 ટેબલ સ્પૂન -મકાઈનો લોટ
બ્રેડ ક્રમ્સ
મોટી સરસો
મીઠો લીમડો,
ચટણી


*રીતઃ

બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો.ચીઝ છીણી ને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવી મીની પિઝા ને સર્વ કરો.


*સજાવટ માટે

મીઠુ સ્વાદ મુજબ.
શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ટમેટા કાપેલા, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ).

Spicy Carrot Salad



*સ્પાઇસી કેરોટ સલાડ:

*સામગ્રી-

૮-૧૦ નંગ -ગાજર
૧ ચમચો - ઓઇલ
૩ ચમચા -લીંબુનો રસ
૧ ચમચી -સમારેલી કોથમીર
લસણની પેસ્ટ
મરીનો પાઉડર
એલચીનો પાઉડર
તજનો પાઉડર
મીઠું સ્વાદ મુજબ


*રીતઃ

ગાજરની લાંબી ચીરીઓ કરી તેને પાંચ-સાત મિનિટ એટલે કે સહેજ પોચા પડે ત્યાં સુધી બાફો. એક પેનમાં ઓઇલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, મરીનો પાઉડર, એલચીનો પાઉડર, તજનો પાઉડર નાખી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. તેમાં ગાજર, લીંબુનો રસ, મીઠું અને સમારેલી કોથમીર મિકસ કરો.

Tuesday, December 17, 2013

Cutlets


કટલેસ :

સામગ્રી:


૧ T સ્પૂન લીલા વટાણા
૧ T સ્પૂન  છીણેલી કોબીજ

૧ T સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ T સ્પૂન આદુલસણની પેસ્ટ
૧ T સ્પૂન નાના ટુકડા કરેલું ગાજર
૧ T સ્પૂન અથવા કોર્નફ્લોર
૧/૨ T સ્પૂન ચાટ મસાલો
૧/૪ T સ્પૂન હળદર
ર બાફેલા બટાકા
૧  નંગ લીલું મરચુ બારીક સમારેલું

૧  કપ બ્રેડક્રમ્સ
૧ બીટ છીણેલું
લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે


રીત:


બાફેલા બટાકાને છાલ કાઢીને છૂંદી લો.  અને વટાણા, ગાજર ને અધકચરા બાફી લો.  હવે એક વાસણમાં તેલ મૂકીને ડુંગળી સાંતળો, ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ અને લીલુ મરચુ નાખીને હલાવી લો. હવે  અધકચરા બાફેલા ગાજર, અને વટાણા ઉમેરો. એમાં લાલ મરચું, હળદર, મીઠું અને ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે બાફેલા બટાકાનો માવો ઉમેરીને છીણેલું બીટ નાખો અને ફરી ભેળવી લો. મસાલો સરખો ચડે એટલા પૂરતું બે મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દો. પછી ઉતારી લો.
હવે એક ડીશમાં મેંદો કે કૉર્ન ફ્લૉર લઈ તેમાં પાણી ઉમેરીને પાતળું ખીરુ બનાવી લો.  અને બીજી ડિશમાં બ્રેડ નો ભુક્કો પાથરી રાખો.
હવે બટાકાના મિશ્રણને લઈ તેમાંથી કટલેટ્સનો આકાર આપીને ખીરામાં ડુબાડીને તરત જ બ્રેડ ના ભુક્કા માં રગદોળી નાખો અને સહેજ દબાવો તળવા માટે તેલ ગરમ મૂકો. બધી કટલેટ્સ તૈયાર કરીને તળી લો અને પેપર નેપ્કિન પર કાઢતા જાવ જેથી વધારાનું તેલ તેમાં ચૂસાઈ જાય

Sunday, December 15, 2013

Khandvi



*ખાંડવી

સામગ્રી
:-  
૧ ચમચો તલ
૧ ચમચી રાઈ
૧ વાટકી ચણાનો લોટ (બેસન)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરીને વાપરવું)ગેસ પર બનાવતી વખતે ૪ વાટકી અને ઓવનમાં બનાવો ત્યારે ૩ વાટકી છાશ લેવી.
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ (ભાવતું હોય તો)
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચા તેલ વઘાર માટે
ચપટી હિંગ

*રીત
:

એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ (બેસન) સારી રીતે મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને ૨ મિનિટ સુધી હલાવતા રહો. થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ ભેળવો ફરીથી ૪ થી ૫ મિનિટ સતત હલાવતા રહો જ્યારે આ મિશ્રણ પાથરી શકાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી મોટી પ્લેટ પર પાતળા થરમાં પાથરી લો. થોડી વાર પછી તેને ઊભા કાપા પાડી દરેક પટ્ટીનો ગોળ રોલ વાળી લો. આ બધા રોલને કોઈ બાઉલ કે પ્લેટમાં ઊભા ગોઠવી દો.

*વધાર માટે :

હવે એક વાસણમાં વઘાર માટે તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને તલનો વઘાર કરો. અને આ ગરમ ગરમ તેલ બધા જ રોલ ઉપર સરખા ભાગે ફેલાવી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર પણ છાંટો .

Dal Pakwan


દાળ પકવાનઃ

* સામગ્રીઃ

*દાળ માટે :

 તેલ : ૨ ટે.સ્પુન

 હળદર : ૧/૪ ટી.સ્પુન
 લાલમરચું પાવડર : ૧ ટી.સ્પુન
 સમારેલ ડુંગળી : ૧ નંગ
 આદુની પેસ્ટ : ૧ નંગ આદુની
 કલાક પલાડેલ ચણાની દાળ : ૧ કપ
 ગરમ મસાલો : ૧ ટી.સ્પુન
 મીઠું : સ્વાદ પ્રમાણે


*પકવાન માટેઃ

જીરૂ : ૧/૨ ટી.સ્પુન

ઘી : ૨ ટે.સ્પુન
મેંદો : ૧ કપ
ક્રશ કરેલ તીખાનો ભુક્કો : ૧/૪ ટી.સ્પુન

તેલ : તળવા માટે
મીઠું : સ્વાદ પ્રમાણે


*રીતઃ

દાળ માટે :

પહેલા દાળને બાફી લેવી. હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલ ડુંગળી નાખો. ડુંગળી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી સાંતડો. હવે તેમાં બધા જ મસાલા નાખી સરખી રીતે મિક્સ કરી તેમાં દાળ નાખવી. હવે તેને ૫ મિનીટ સુધી ચડવા દેવી. એટલે દાળ તૈયાર થઇ જશે.

પકવાન માટે:

તેલ વિના પકવાન બનાવવા માટેની બધી જ સામગ્રી સરખી રીતે મિક્સ કરી પાણી થી પકવાન નો લોટ બાંધી લોટને ૨૦ મિનીટ માટે રાખી મુકો. હવે તેના ગોળ ગોળા વાળી લેવા. હવે દરેક ગોળાની મોટી પૂરી બનાવી કાંટા થી થોડા કાણાં પાડી લેવા. હવે અન્ય એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી મધ્યમ ફ્લેમ પર પૂરી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાઈ કરી લેવી. એટલે પકવાન તૈયારથઇ જશે.

Friday, December 13, 2013

Carrot Salad (American Style)



 કેરટ સલાડ (
અમેરિકન)

*સામગ્રી-

-2 ગાજર
-2 લીલા મરચા
-3 ટીસ્પૂન લીંબુનો રસ
-1 ટીસ્પૂન રાયના દાણા
-મરી પાવડર, એક ચપટી
-મીઠું, સ્વાદ અનુસાર
-1 ટીસ્પૂન તેલ

*રીત:

ગાજરની છાલ ઉતારીને છીણી લો.લીલા મરચાનો પીસી લો.એર બાઉલમાં ગાજર, પીસેલા જેલેપેનો અને મરચા, મરી, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાયના દાણા ફૂટવા દો. ત્યાર બાદ તેમાં ગાજરનુ મિશ્રણ ઉમેરો.લીલા ધાણા ઉમેરો.ફ્રિઝમાં ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.

Ras Malai



રસમલાઈઃ



*સામગ્રી-

-500 ગ્રામ દૂધ
-પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ
-લીંબુ-દૂધ ફાડવા
-2-3 ચમચી મેંદો
-સ્વાદ અનુસાર ખાંડ
-ચપટી ભરીને કેવડાનું એસેન્સ
-સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ

*રીત :

સૌથી પહેલા દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં ડ્રાયફ્રૂટ નાખી સજાવો

Sunday, December 1, 2013

Kopra ni Chutney



કોપરાની ચટણી



સામગ્રી:


કોપરું,
દાળીયા વાટેલા,
લીલું મરચું,
કોથમીર,
મોળું દહીં,
મીઠું સ્વાદ મુજબ

વઘાર માટે:
રાય,હીંગ, લીલો લીમડો અને આખા મરચાં

રીત:
મિક્સીમાં દાળીયા વાટી લો.તેમાં કોપરું, લીલું મરચું, કોથમીર, મીઠું અને મોળું દહીં ઉમેરી મિક્સીમાં પીસો. એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ ઉમેરો રાતી થવા આવે એટલે તેમાં રાઈ, હિંગ, લીમડાઅને આખા લાલ મરચાનો વઘાર કરો. આ વધારને પીસેલી ચટણી પર રેડો અને હલાવો.

Tuesday, November 26, 2013

Medu Vada



મેંદુ વડાઃ

*સામગ્રી-

-2 કપ અડદની દાળ
-2 ટે. સ્પૂન સોજી
-1 ટે સ્પૂન જીણી સમારેલી કોથમીર
-7-8 લીલા મરચાં
-ટુકડો આદુ જીણું સમારેલુ
-1/2 કપ દહીં
-તળવા માટે તેલ

*રીત

અડદની દાળને 6 કલાક સુધી પલાળી રાખો બાદમાં તેને દહીં સાથે મિક્સ કરી અધકચરુ પીસી લો.પિસેલી દાળમાં સોજી મેળવી તેને સારી રીતે ફેટી લો અને મીઠું ઉમેરો.વ્યવસ્થિત રીતે આ મિક્સચર ફેટાઈ જાય એટલે તેમાં લીલુ મરચું, આદુ કટરમાં ક્રશ કરી ભેળવી લો.હવે હથેળીમાં પાણી લગાવી આ ખીરાના મોટા મોટા ગોટા લઈ તેમાં વચ્ચે કાણું પાડી તેને ડીપ ફ્રાય કરો.

Dosa



ઢોસા :

*સામગ્રી-

-1 કપ અડદની દાળ
-3 કપ ચોખા
-1 કપ મિક્સ શાકભાજી
-1/4 કપ બાફેલા મગ
-1 ટી સ્પૂન સોયા સોસ
-1 ટી સ્પૂન વિનેગર
-1 ટેબલ સ્પૂન ટોમેટો સોસ
-1/2 ટે સ્પૂન વાટેલા કાળા મરી
-મીઠુ સ્વાદમુજબ
-તેલ જરૂર મુજબ


*રીતઃ

સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને સાફ કરીને આખી રાત પલાળો.સવારે વાટીને તેમા મીઠુ મિક્સ કરીને થોડીવાર આથો આવવા માટે મુકી રાખો.મસાલો ભરવા માટે એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરો.તેમા આદુ-લસણનું પેસ્ટ નાખો.
હવે તેમા બધી શાકભાજી, બાફેલા મગ નાખીને વધુ તાપ પર હલાવત શેકો.થોડીવાર પછી તેમા સોયા સોસ, ટોમેટો સોસ, વિનેગર, મીઠુ, કાળા મરી ઉમેરી પકવા દો.ઢોસાના મિશ્રણ દ્વારા નોનસ્ટિક તવા પર ઢોસા બનાવો.તેમા વચ્ચે મસાલો(મિક્સ શાકભાજી)ભરીને ફોલ્ડ કરી લો.

Bhel




ભેળ:

 *સામગ્રી:

- મમરા
- ૩ ટમેટા બારીક સમારેલા
- ૨ સમારેલી ડુંગળી
- ૧ ચમચી આદુ મરચા
- ૧ ચમચો સમારેલી કોથમીર
- ૨ ચમચા મોળુ દહીં
- ૩ ચમચી ઘી
- ૧ ચમચો ચીઝ છીણેલું
- ૧ મોટુ કેપ્સિકમ બારીક સમારેલું
- મીઠું મરી સ્વાદ પ્રમાણે

  *રીતઃ

 મમરા લો, ડુંગળીને છીણી નાખો અને ઘી માં સાંતળી લો. સહેજ ગુલાબી રંગના થાય પછી તેમાં કેપ્સિકમના પીસ ઉમેરો, ૫ ૭ સેકંડ પછી ટમેટાનાં ટુકડા ઉમેરો અને બે મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં મમરા નાખી દહીં, મીઠું, મરી નાખો. સ્વાદ પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ નાખી શકાય. બે મિનિટ પછી કોથમીર નાખીને નીચે ઉતારો.

Monday, November 18, 2013

Aambala Honey Shot



આબળા હની શોટઃ



સામગ્રી-

-આખા આંબળા 4 નંગ
-ક્રશ્ડ આંબળા 1 ચમચી
-મધ 1 ચમચી
-ક્રશ્ડ બરફ 4 ચમચી


રીતઃ

એક બાઉલમાં આખા આંબળા,ક્રશ્ડ આંબળા,અને સવા કપ પાણી નાંખી મિક્સરમાં બ્લેન્ડ કરી લો.હવે તેને મિક્સિંગ ગ્લાસમાં ગળણીમાં ગાળીને તેમાં મધ નાંખી સરખી રીતે મિક્સ કરી લો.સર્વિંગ ગ્લાસ માં ક્રશ્ડ બરફ નાંખી તેમાં જ્યૂસ નાંખો પછી ઠંડુ ઠંડુ સર્વ કરો.

Samosa




સમોસાઃ


સામગ્રી-

6 -બટાકા,
1/2 કપ-લીલા વટાણા,
2 ટીસ્પૂન -ધાણાનો પાઉડર,
2 ટીસ્પૂન -ગરમ મસાલો,
2 ટીસ્પૂન -ખાંડ,
2 ટીસ્પૂન -આમચૂર,
2 ટીસ્પૂન -આદું-મરચાંની પેસ્ટ,
2 ટીસ્પૂન-લાલ મરચાનો પાવડર,
મીઠું, સ્વાદ અનુસાર


રીત-

બટાકા બાફી તેના નાના ટુકડા કરો . એક કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું સાંતળો.તે પછી તેમાં વટાણા નાખી થોડી વારે બફાઇ જાય એટલે ધાણા પાઉડર, ગરમ મસાલો, આદું-મરચાંની પેસ્ટ, ખાંડ નાખી સમારેલા બટાકા નાખવા.તે પછી આમચૂર, મીઠું, મરચું નાખી હળવા હાથે હલાવીને મિકસ કરો.મેંદો અથવા ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, તેલ નાખી પૂરી માટેનો લોટ બાંધો.આમાંથી લૂઆ લઇ પૂરી વણી તેમાં વચ્ચે બટાકા-વટાણાનું મિશ્રણ મૂકી સમોસા વાળો.આ સમોસાને ગરમ તેલમાં તળી લો.ગરમા ગરમ સમોસાનો ફૂદીનાની ઠંડી ચટણી સાથે સર્વ કરો.

Kachori



કચોરીઃ


*સામગ્રી-

-મેંદો ૧ કપ
-ઘી ૨ ચમચા
-તેલ ૧ ચમચો
-હિંગ ચપટી
-જીરું અડધી ચમચી
-સમારેલું આદું નાનો ટુકડો
-સમારેલા લીલાં મરચાં ૩-૪ નંગ
-ગરમ મસાલો ૪ ચમચા
-શેકેલા સીંગદાણા ૪ ચમચા
-સ્ટફિંગ માટે લીલા વટાણા ૧ કપ
-મીઠું સ્વાદ મુજબ


*રીત-

એક બાઉલમાં મેંદો લઇ તેમાં ઘી અને મીઠું ભેળવો.જરૂર પૂરતું પાણી લઇ કઠણ કણક બાંધો.એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું નાખો. જીરું બદામી રંગનું થાય એટલે તેમાં આદું-મરચાં,લીલા વટાણા અને મીઠું નાખી શેકો. બરાબર શેકાઇ જાય એટલે નીચે ઉતારી ગરમ મસાલો ભેળવી ઠંડું થવા દો.લોટમાંથી એકસરખા લૂઆ વાળો અને તેની પૂરી વણો. લીલા વટાણાના મિશ્રણમાં કોપરાનું છીણ અને સીંગદાણાનો ભૂકો ભેળવો. હવે દરેક પૂરીમાં આ મિશ્રણ ભરી તેને કચોરી જેવો આકાર આપો. આને મઘ્યમ આંચે તેલમાં તળી ક્રિસ્પી તળીને બ્રાઉન પેપર પર કાઢો.

Friday, November 15, 2013

Roasted Vegetable Salad



રોસ્ટેડ વેજીટેબલ સલાડ :


સામગ્રી:-

250 ગ્રામ  ગાજર
1 મધ્યમ કદની ડુંગળી,
સ્લાઈસ કરેલી - 1 લાલ કેપ્સિકમ,
1/4 ઈંચના ટુકડામાં સમારેલુ - ફેટ-ફ્રી ઈટાલિયન ડ્રેસિંગ,
1 ટેબલસ્પૂન - મીઠું,
1/2 ટીસ્પૂન - લીંબુ-મરી સિઝનિંગ,
1/4 ટીસ્પૂન - બાલ્સેમિક વિનેગર


રીત:-

ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો. એક મોટી બેકિંગ પેન લઈને તેમાં નોનસ્ટિક કુકિંગ સ્પ્રે લગાડો. એક મોટા બાઉલમાં બધી જ સામગ્રી મિક્સ કરીને તેને બેકિંગ ડિશમાં પાથરો. 25થી 30 મિનીટ સુધી બેક કરો. 15 મિનીટ પછી ફરી હલાવીને મિક્સ કરો અને લાઈટ બ્રાઉન થઈ જાય ત્યા સુધી ફરી બેક કરો. સાઈડ ડિશ તરીકે ગરમા-ગરમ કે સામાન્ય ગરમ હોય ત્યારે પીરસો.

Rainbow Fruit Salad



રેઇનબો સલાડ


સામગ્રીઃ 
કાકડી, સ્ટ્રોબેરી, અનાનસ, પાઇનેપલ, મરી, કાળી દ્રાક્ષ, વિનેગાર, સફરજન, નારંગી.


રીત :
-આ બધાને ચિલ્ડ પાણીમાં થોડાં મિનિટ રહેવા દો અને તેને ક્રન્ચ કરો. 
તેના પર વિનેગાર નાખો, વધારે ટેસ્ટી અથવા ખાટો સ્વાદ મેળવવા માટે તમે લેમન જ્યૂસ સાથે પણ આ ક્રન્ચને મિક્સ કરી શકો છો. 
- ત્યારબાદ તેના પર સ્વાદઅનુસાર મરી, મીઠું નાખો. 
- થોડીવાર સલાડને ચિલ્ડ થવા દો અને તેને સર્વ કરો.

Gajar no Halwa



ગાજર નો હલ્વો

સામગ્રી :-


૫૦૦   ગ્રામ ગાજર છીણેલા
૨૦૦    ગ્રામ ખાંડ
૧૦૦    ગ્રામ માવો અથવા મિલ્ક પાવડર
૨         સ્પૂન મલાઈ
૨૫૦   મિલી. ફુલ ક્રીમ મિલ્ક
૧         સ્પૂન ઘી
૨         સ્પૂન કાજુના ટુકડા
૧         સ્પૂન કિસમિસ
૧/૨     સ્પૂન એલચી પાવડર



રીત  :- 

સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકીને છીણેલા ગાજરને શેકી લો. ત્યારપછી તેમાં દૂધ નાખીને તેને ચડવા દો. વચ્ચે વચ્ચે આ મિશ્રણ હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. હવે તેમાં ખાંડ અને મલાઈ ઉમેરીને હલાવો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. થોડું ઘટ્ટ કરવા તેમાં માવો અથવા મિલ્ક પાવડર ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરો. અને તેને એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી ચડવા દો.
હવે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરી પ્લૅટમાં કે બાઉલમાં કાઢી લઈ ઉપરથી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ નાખી પીરસો.

Adadia Pak



અડદિયા પાક


સામગ્રી
:-

૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
૫૦    ગ્રામ ઘી
૫૦    ગ્રામ દૂધ
૫૦૦ ગ્રામ ખાંડ
૪૦૦ ગ્રામ ઘી
૨૦૦  ગ્રામ ગુંદર
૨૫૦ ગ્રામ કાજુ બદામ
તૈયાર અડદિયાનો મસાલો આવે છે તે ૧૨૫ ગ્રામ


રીત :-

૫૦ ગ્રામ ઘી ગરમ કરીને દૂધમાં ભેળવી અડદના લોટને ધાબો દઈને દબાવીને બે થી અઢી કલાક ઢાંકીને મૂકી રાખો. ત્યાર પછી એ લોટને ચોખાની ચાળણીમાંથી ચાળી લો. જેથી એમાં કણી ના રહી જાય.
હવે ૪૦૦ ગ્રામ ઘીમાં ગુંદર તળી લો અને એને સહેજ સહેજ ભાંગી નાખો. ત્યારબાદ વધેલા ઘીમાં લોટ નાખીને શેકો સતત હલાવતા રહીને લોટ જ્યાં સુધી લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો. હવે ખાંડની એકતારી ચાસણી બનાવો અને ગરમ લોટમાં ભેળવીને હલાવતા રહો. પછી તેમાં તળીને ભાંગેલો ગુંદર, બધા જ મસાલા એક પછી એક ઉમેરો અને છેલ્લે કાજુ બદામની છીણ નાખી ગેસ પરથી ઉતારી લો. બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે મિશ્રણને મોટી પ્લેટ અથવા ચોકીમાં ઠારી લો.

લગભગ અડધી કલાક પછી તેના ચોરસ ટુકડા પાડી લો. અને સાવ ઠરી જાય પછી જ તેને પ્લેટમાંથી ઉપાડીને એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

Wednesday, November 13, 2013

Sandwich Dhokla



સેન્ડવીચ ઢોકળાઃ

*સામગ્રી-

-3 કપ ચોખા
-1/2 કપ ચણાની દાળ
-1/2 કપ અડદ ની દાળ
-1 ચમચી ઈનો
-1 ચમચી લાલ મરચું
-1 ચમચી સેકેલા જીરા નો ભૂકો
-1 ચમચી મરી નો ભૂકો
-મીઠું સ્વાદ અનુસાર


*રીતઃ

ચોખા, ચણાનીદાળ, અડદ ની દાળ ને 4/5 કલાક પલાળી લ્યો. પછી તેને મિક્ષ્ચર માં પીસી લ્યો. 4/5 કલાક હવે તેને ઢાકી ને રાખી દયો .હવે તે બોળા ની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ઈનો નાખી ને મિક્ષ કરો. થાળી માં તેલ થોડું લગાડી ને પાતળું ઢોકળા નું લેયર પાથરો, ને તેને વરાળ થી બાફો. 5 મિનીટ પછી તે લેયર ઉપર કોથમરી ની ચટણી, અને લસણ ની ચટણી પાથરો.પાછુ તેની ઉપર ઢોકળા નો બોળો પાથરી ને બીજું લેયર પાથરો .તેની ઉપર મરચા નો ભૂકો, જીરા નો ભૂકો, મરી નો ભૂકો છાટો. 10 મિનીટ ચડવા દો.

હવે ઢોકળા ને કાપી ને એક પ્લેટ માં સરસ રીતે ગોઠવી દયો .કડાઈ મેં તેલ મુકો. તેલ ગરમ થી જાય તેમાં રાઈ ને તલ મુકો. તે તતડવા લાગે તેમાં લીમડા ના પાન, સુકા લાલ મરચા ,લીલા મરચા, હિંગ નાખી ને વઘાર ને ઢોકળા ઉપર રેડો. સુકું કોપરું અને કોથમરી છાટો અને કોથમરીની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.


*વઘાર કરવો હોય તો તે માટે સામગ્રી-

-2 ચમચા તેલ
-1 ચમચી તલ
-1 ચમચી હિંગ
-4/5 લીમડા ના પાન
-3/4 સુકા લાલ આખા મરચા
-1 ચમચી ટોપરા નો ભૂકો
-1 લીલું મરચું જીનું સમારેલું
-લસણની ચટણી
-કોથમરીની ચટણી
-કોથમરી જીણી સમારેલી

Khaman Dhokla


ખમણ ઢોકળા


સામગ્રી-

-1 કપ ચણાની દાળ
-2 કપ ચોખા
-2 ટેબલ સ્પૂન દહીં
-1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
-5-6 કળી લસણ વાટેલું
-1/2 કપ કોથમીર, ફુદીનાના પાન સમારેલા
-મીઠું, હળદર, લાલ મરચા પાવડર સ્વાદ અનુસાર




રીત-

દાળ અને ચોખાને સારી રીતે ધોઈને બન્નેને અલગ અલગ વાસણમાં પલાળી લો.સાત થી આઠ કલાક સુધી પલળ્યા પછી તેને કરકરું ક્રશ કરી લો.હવે દાળ ચોખાના આ ખીરામાં દહીં, મીઠું અને હળદર નાખીને તેને ઢાંકીને રાખી મૂકો.ઢોકળા બનાવતી વખતે ખીરામાં આદુ મરચાની પેસ્ટ, વાટેલું લસણ, થોડુંક તેલ અને ખાવાનો સોડા ઉમેરો.
હવે ખીરાને થાળી કે ઢોકળીયાની ટ્રેમાં તેલ લગાવીને જાડો થર કરી ચડવા મૂકો.ઉપરથી કોથમીર ફુદીનાના પાનને બારીક સમારીને નાખો અને થોડો લાલ મરચાનો પાવડર છાંટીને સારી રીતે ચડી જવા દો.

Kathiyavadi Aaloo Biriyani



આલુ બિરયાની:

* સામગ્રી :

- 500 ગ્રામ બાસમતી ચોખા
- 300 ગ્રામ બટાકા
- 100 ગ્રામ ટામેટા
- 2 ડુંગળી,
- 7 કળી લસણ
- 3 લીલાં મરચાં,
- કટકો આદુ
- 1/2 કપ દહીં
- 2 ટેબલસ્પૂન માખણ
- 1 ટીસ્પૂન ગરમ મસાલો
- 1 ટીસ્પૂન ધાણાનો પાઉડર
- 1 ટીસ્પૂન જીરુંનો પાઉડર
- મીઠું, હળદર, ખાંડ, તેલ, જરૂર મુજબ

* રીત :

ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું નાંખી, ઊકળે એટલે ચોખા ઓરી દેવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા. બટાકાને સાધારણ કડક બાફી, છોલી તેના નાના કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં દહીં, મીઠું, હળદર અને થોડી ખાંડ નાંખી અડધો કલાક રહેવા દેવું. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાંખવી. પછી ટામેટાના ઝીણા કટકા નાંખી સાંતળવા. તેમાં મીઠું, હળદર, જીરું નો પાઉડર, ધાણાનો પાઉડર, ગરમ મસાલો અને દહીં સાથે બટાકા નાખવા. થોડીવાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવો. એક બેકિંગ બાઉલને માખણ લગાડી, તેમાં બિરીયાની ભરવી. પ્રિહીટેડ ઓવનમાં 2000 ફે. તાપે 10 મીનીટ રાખી બરાબર સિઝી જાય એટલે કાઢી લેવી.

Kathiyavadi Aaloo Paratha



આલુ પરોઠા :

* સામગ્રી :

-  250 ગ્રામ બટાકા,
- લીલા મરચાં 4-5,
- સમારેલી કોથમીર અડધો કપ,
- વરિયાળી એક ચમચી,
- અજમો અડધી ચમચી,
- ખાંડ એક ચમચી,
- એક લીંબુનો રસ,
- હળદર
- સ્વાદમુજબ મીઠુ.



* રીત :

2 કપ ઘઉંનો લોટ અને મીઠુ લઇ લોટ બાંધી લો પછી બટાકાને બાફીને છોલી લો. ચમચીથી મસળીને તેમા સમારેલા લીલા મરચા, વરિયાળી, અજમો, ખાંડ, લીંબુનો રસ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠુ તેમજ હળદર નાખીને મસળી લો. હવે ઘઉના લોટમાં મીઠુ નાખીને મધ્યમ લોટ બાંધી લો. એક લોઈ બનાવી નાની પૂરી વણો તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો અને તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે. આ પરાઠાને ગરમ તવા પર નાખો અને તેલ અથવા ઘી વડે બદામી રંગના સેકી લો. આ રીતે બધા આલૂના પરાઠાં બનાવી લો.

Monday, November 11, 2013

Rasgulla (Sweet Special)


સામગ્રી  :-

૨      કપ ગાયનું દૂધ ( સાવ ઓછા ફેટનું દૂધ)
૧     ચમચો લીંબુનો રસ
૨ ૧/૨     કપ પાણી
૩/૪      કપ ખાંડ

રીત  :-

દૂધને ૫ થી ૬ મિનિટ સુધી ઉકળવા દો. હલાવતા રહો. હવે તેમાં ૧ ચમચો લીંબુના રસમાં ૧ ચમચો પાણી ઉમેરી લો. ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જઈ દૂધને હલાવતા રહો. થોડીક વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને ૨ થી ૩ મિનિટ પછી પાતળા કપડામાં નાખીને તેની ઉપર થોડીવાર સુધી ઠંડુ પાણી નાખો જેનાથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે. હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નિચોવી નાખો.
ત્યાર બાદ પનીરને એકદમ લીસુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળી લો.  (તેમાંથી કણીઓ છૂટી પડતી બંધ થઈ જાય ત્યાં સુધી.) હવે તેમાંથી તેના નાના નાના ગોળા બનાવીને એક તરફ રાખી લો. (ગોળા બનાવતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે તેને ચાસણીમાં નાખીશું ત્યારે તે સાઈઝમાં ડબલ થઈ જશે.)
હવે ગેસ પર પહોળા બેઝવાળા કૂકરમાં પાણી અને ખાંડ ભેગા કરીને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો અને ત્યાર પછી એક એક કરીને બધા ગોળા તેમાં નાખી દો. ગેસનું ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો. હવે મધ્યમ તાપ પર તેને ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ ઢાંકણું ખોલીને તેને પહોળા બાઉલમાં કાઢી લો. વરાળ નીકળી જાય પછી તેને ઠંડા કરવા ફ્રીઝમાં મૂકો. ઠંડા થઈ જાય પછી પીરસો.

Saturday, November 9, 2013

Ras Malai (Sweet Special)


રસમલાઈઃ

*સામગ્રી-

-500 ગ્રામ દૂધ
-પનીર ટીક્કી બનાવવા અલગથી દૂધ
-લીંબુ-દૂધ ફાડવા
-2-3 ચમચી મેંદો
-સ્વાદ અનુસાર ખાંડ
-ચપટી ભરીને કેવડાનું એસેન્સ
-સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ

*રીત:

સૌથી પહેલા તમે દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં કેવડા એસેન્સના બે-ત્રણ ટીંપા ભેળવી દો. ડ્રાયફ્રૂટની મદદથી સજાવો.

Poha Delight (Winter Special)


પૌઆ ડિલાઈટઃ

*સામગ્રી-
-1.2 કપ પૌઆ
-1.2 લીટર દૂઘ
-કેસર 1 ટી સ્પૂન
-ઈલાયચી પાવડર
-100 ગ્રામ માવો
-1/2 કપ ખાંડ
-1/2 કપ નારિયળનુ છીણ
-10-15 કિશમિશ
-પિસ્તા કતરન
-1-1 ચમચી માખણ
-ગુલાબ જળ

*રીતઃ

પૌઆને ઘોઈ લો. દૂધને ઉકાળી લો અને તેમા પૌઆ નાખીને ઘાટ્ટુ થતા સુધી ઉકાળો. ખાંડ ભેળવી લો. અને કેસર, ઈલાયચી, કિશમિશ, માવો, માખણ નાખીને થોડી વાળ ઉકાળો. ગુલાબ જળ નાખો.મનપસંદ આકારના (ચોરસ, ગોળ) ડિલાઈટ બનાવો અને નારિયળના છીણમાં લપેટીને પિસ્તાને કતરનથી સજાવો.

Corn Soup (Winter Special)


કોર્ન સૂપઃ

*સામગ્રી-

-1 1/2 કપ છીણેલી મકાઈ
-1/4 કપ મકાઈના દાણા
-2 કપ પાણી
-3 ટેબલ સ્પૂન માખણ
-3 ટેબલ સ્પૂન મેંદો
-2 કપ દૂધ
-2 ટેબલ સ્પૂન ખાંડ
-1/4 ટી સ્પૂન મરીનો ભૂકો
-1/4 કપ ક્રીમ અથવા દૂધની મલાઈ
-મીઠું સ્વાદ અનુસાર

*રીત:

મકાઈના છીણમાં 1 1/2 કપ પાણી ઉમેરી તેને બાફી લો, દાણા પણ બાફી લો.ઠંડુ પડે એટલે તેને લિક્વિડાઈઝ કરી બેઈઝ તૈયાર લો.તેમાં બાફેલા મકાઈના દાણા પાણી સાથે ઉમેરો.ગેસ પર એક વાસણમાં ધીમા તાપે માખણ ગરમ કરી તેમાં મેંદો નાખવો.તેમાં ધીમે ધીમે દુધ રેડતાં જાઓ અને તેને હલાવતા રહેવું.તેમાં ખાંડ, મીઠું તથા મરીનો ભૂકો ઉમેરો.સર્વ કરતાં વખતે ધ્યાન રાખો દરેક બાઉલમાં મકાઈના દાણા આવે.

Vegetable Soup (Winter Special)


વેજીટેબલ સૂપઃ

*સામગ્રી-

-તાંદળજાની ભાજી ૫૦ ગ્રામ
-ફૂલાવરનાં ફૂલ ૫૦ ગ્રામ
-પાલકની ભાજી ૫૦ ગ્રામ
-લીલા વટાણા ૧૦૦ ગ્રામ
-કોથમીર ૧ ઝૂડી
-દૂધ ૧ કપ
-ફણસી ૧૦૦ ગ્રામ
-મેંદો ૨ ચમચા,માખણ

*રીત:

સૌ પ્રથમ બધાં શાકને સમારો અને વટાણાને આખા રાખો. એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકો. ઊકળે એટલે બધાં શાક એમાં નાખો. શાક બફાઈ જવા આવે એટલે થોડાક બાફેલા વટાણા અને ફણસીના ટુકડા કાઢી લો.પછી બીજું બધું શાક ચમચીથી છૂંદીને એકરસ કરો. પછી પાણી ગાળી લો. પછી એક તપેલીમાં ૧ ચમચો માખણ ગરમ કરો. તેમાં બે ચમચા મેંદો નાખો. એ રતાશ પડતો થાય એટલે શેકો. પછી તેમાં એક કપ દૂધ નાખો. પછી શાકનું પાણી ધીમે ધીમે નાખો. ઊકળે અને ઘટ્ટ થવા આવે એટલે એમાં મીઠું, મરીનો ભૂકો વટાણા, ફણસી નાખીને ઉતારી લો

Tomato Soup (Winter Special)


ટોમેટો સૂપઃ


*સામગ્રી-

-1 ટેબલ સ્પૂન માખણ
-500 ગ્રામ ટામેટા
-1 ડુંગળી
-1 ગાજર
-1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
-ક્રીમ અથવા મલાઈ
-ટોસ્ટના ટુકડા
-મીઠું સ્વાદઅનુસાર
-મરીનો ભુકો
-ખાંડ જરૂર પ્રમાણે

*રીતઃ

એક વાસણમાં માખણ ગરમ કરો તેમાં જીણી સમારેલી ડુંગળી સાંતળો.આછી ગુલાબી રંગની થાય એટલે તેમાં મીઠું ઉમેરો
ગાજર અને ટામેટા બાફી લો બફાઈ જાય એટલે તેને મીક્સરમાં ક્રશ કરી લો.તેને સૂપના સંચામાં ગાળી લો બાદમાં તેને ગરમ કરો.તેમાં સાંતળેલી ડુંગળી કોર્ન ફ્લોર ખાંડ અને સ્વાદ અનુસાર મીઠુ અને ખાંડ ઉમેરો.લો તૈયાર છે ગરમ ગરમ ટોમેટો સૂપ સર્વ કરતા પહેલાં તેના પર ક્રિમ અને ટોસ્ટ ઉમેરો

Sunday, November 3, 2013

Almond Cookies



આલ્મંડ કુકીઝઃ

*સામગ્રી-

-200 ગ્રામ મેંદો
-દોઢ ચમચી બેકિંગ પાવડર
-150 ગ્રામ બદામ
-200 ગ્રામ માખણ
-200 ગ્રામ ખદળેલી ખાંડ
-2 ચમચા દૂધ

*રીતઃ

મેંદા અને બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરો. 20 જેટલી આખી બદામ રહેવા દો બાકીની દળી લો. બચેલી બદામને અડધો કલાક હુંફાળા પાણીમાં નાંખી રાથો. પાણીમાંથી બદામ કાઢીને છોલ્યા બાદ લંબાઇમાં બે ટૂકડાંમાં કાપી લો. હવે એક મોટી કઢાઈમાં માખણ કાઢો. સામાન્ય ગરમ કરી ઓગાળી લો. તેમાં ખાંડ મિક્સ કરી બરાબર ફેંટો. માખણ અને ખાંડના મિશ્રણમાં મેંદો નાંખો. મિશ્રણ એકસાર થાય ત્યાંસુધી મિક્સ કરતાં રહો. હવે તેમાં પીસેલી બદામ અને દૂધ નાંખી સારી રીતે મિક્સ કરી લોટ બાંધતા હોવ તેમ બાંધી લો. હવે ટ્રે પર ઘી લગાવી ચીકણી કરો. મિશ્રણમાંથી થોડું-થોડું મિશ્રણ લઇ હાથથી ગોળ કરો. એક હાથ પર રાખી ગોળાને બીજા હાથથી દબાવો. દરેક કુકીની વચ્ચે કાપેલી અડધી બદામ રાખો અને દબાવીને લગાવી દો. તૈયાર કુકીઝને ટ્રેમાં મૂકી દો. ઓવનને 180 ડિ.સે. પર પહેલેથી જ ગરમ કરો.કુકીઝ મૂકેલી ટ્રેને ઓવનમાં મૂકો અને ઓવનને 15 મિનિટ માટે સેટ કરી દો. આલ્મંડ કુકીઝને ઓવનમાંથી કાઢો.

Mukhwas (New Year Special)


લીલી વરીયાળી અને કલકત્તી પાનનો મુખવાસ:


* સામગ્રીઃ

- 12 નંગ કલકત્તી પાન,
- 60 ગ્રામ ખાંડ,
- ખાંડ ડુબે તે કરતા થોડું વધારે પાણી,
- 100 ગ્રામ લખનવી વરીયાળી,
- થોડો ગ્રીન ફુડ કલર,
- પોણો કપ લીલા ટોપરાનું છીણ,
- 4 ચમચી બૂરુ ખાંડ,
- 1 ચમચી ગુલકંદ,
- અડધી ચમચી એલચી પાવડર,
- પા ચમચી લવલીનો મસાલો,
- ચાંદીનો વરખ સજાવટ માટે,
- ટુટીફ્રુટી સજાવટ માટે.

* રીતઃ

એક કઢાઈમાં ખાંડ લો. તેમાં ખાંડ ડુબે તેના કરતા વધુ પાણી ઉમરો. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી, લખનવી વરીયાળી તેમાં ઉમેરી થોડો ગ્રીન ફુડ કલર મિક્સ કરી 24 કલાક પલળવા દો.

હવે એક બાઉલમાં લીલા ટોપરાનું છીણ લો. તેમાં બૂરુ ખાંડ અને ગ્રીન કલર ઉમેરી લીલા ટોપરાનું મિશ્રણ તૈયાર કરો.

ત્યારબાદ કલકત્તી પાનની લાંબી કતરણ કરો. એક મોટા બાઉલમાં 24 કલાક પલળીને તૈયાર થયેલી લખનવી વરીયાળી લો. તેમાં ટોપરાનું મિશ્રણ પાનની કતરણ, ગુલકંદ, અલચી પાવડર અને લવલીનો પાવડર ઉમેરી હાથ વડે બરાબર મિક્સ કરો. તૈયાર થયેલો મુખવાસ એક સર્વિંગ ડીશમાં કાઢી, ઉપર ચાંદીનાં વરખથી સજાવો.

Tuesday, October 29, 2013

Bombay Ice Halwa (Diwali Mithai Special)


મુંબઈનો હલવોઃ

*સામગ્રી-

-મેંદો ૧ કપ
-ઘી ૧ કપ
-ખાંડ ૪ કપ
-દૂધ ૧ કપ મલાઈ સાથે
-એલચી પાવડર ચપટી
-બદામ પીસ્તા ની કતરણ ૧ ચમચી
-ફૂડ કલર અથવા કેસર જરૂર પ્રમાણે
-એસન્સ જો ગમે તો  ૨-૩ ટીપા



*રીતઃ

સૌ પ્રથમ મેંદાને ઘીમાં ૨-૩ મીનીટ માટે ધીમા તાપે શેકો.પછી તેમાં દૂધ ,ખાંડ અને કેસર ઓગાળેલું નાંખી હલાવતા રહો.તાપ મીડીયમ રાખવો .ચોસલા પડે એવું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી એસન્સ નાંખી મિક્સ કરી થાળી ઉપર પ્લાસ્ટિક પેપર રાખી એના પર માવો રાખી પાતળું વણી લો .ઉપર બદામ પીસ્તા ની કતરણ તથા એલચી પાવડર ભભરાવો.ચોરસ આકાર આપવો હોય તો ચારે બાજુ થી કાપી ને આકાર આપો.સૌનો મનભાવન આઈસ હલવો તૈયાર .



*બીજી રીત :- દૂધ , ખાંડ ઘી અને મેંદો બધું એક કડાઈ માં  સારી રીતે  મિક્સ કરી ગેસ ઉપર મુકો .બાકી ની રીત ઉપર મુજબ .ફૂડ કલર હેલ્થ માટે સારો નથી એટલે બને ત્યાં સુધી ઉપયોગ કરવાનું ટાળવું.કેસર વાપરવાથી સ્વાદ, સોડમ અને કલર બધું જ મળશે .તૈયાર છે તમારે માટે સ્વાદિષ્ટ અને સુગંધીદાર મુંબઈનો હલવો.

Rajkot na Peda (Diwali Mithai Special)

રાજકોટના પેંડાઃ

*સામગ્રી-

-250 ગ્રામ માવો                         
-125 ગ્રામ બૂરું ખાંડ
-ઇલાયચી                                  
-કેસર

*રીતઃ

માવાને છીણીને સહેજ ગરમ કરીને ઠંડો કરવો. પછી તેમાં બૂરું ખાંડ અને ઇલાયચીનો ભૂકો નાખવાં. કેસરી પેંડા કરવા હોય તો કેસર ઘુંટીને નાખવું. બઘું બરાબર ભેળવીને પેંડા વાળવા.ડિઝાઈનનું ફૂલ પેંડા પર દબાવી ડિઝાઈન પાડી શકાય.

Vadodara no Lilo Chevdo (Diwali Mithai Special)


વડોદરા લીલો ચેવડોઃ

*સામગ્રી-

-૨૦૦ ગ્રામ પાલક
-૧/૨ કપ મેંદો
-૧/૨ કપ ચણાનો લોટ
-૧/૨ કપ સીંગદાણા
-૧ કપ પૌંઆ
-૧/૨ પ્‍યાલો લીલા સૂકા વટાણા
-૧/૨ કપ કાબુલી ચણા
-ચમચી ખાવાનો સોડા
-૫-૬ લીલાં મરચાં,૧ ચમચી જીરું
-૧ ચમચો તલ,૧/૪ સૂકું કોપરું
-૨ ચમચા કિસમિસ,૧૫-૨૦ કાજુ
-૧ ચમચી મીઠું,૧ ચમચી ખાંડ
-તળવા માટે જરૂરી તેલ.

*રીતઃ

૧૦૦ ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક, ૧ ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો.બાકી વચેલી અડધી પાલકમાં ૧ ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો.લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં ૬-૭ કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો.કોપરાની લાંબી પાતળી ચિપ્‍સ કાપો. લીલાં મરચાં લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો ૧/૨ સે. મી. જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો.ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી તળી નાખો. ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. વધેલી આખી પાલકનાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરું,તલ અને લીલાં મરચાં ૧/૨ ચમચી તેલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્‍તુઓ મિક્સ કરો. લીલો ચેવડો તૈયાર છે.

Surat ni Ghari (Diwali Mithai Special)

સૂરતની ઘારીઃ

*સામગ્રી-

-750 કિગ્રા.મેંદો
-10 ગ્રામ ઈલાયચી
-500 ગ્રામ ઘી
-400 ગ્રામ ચણાનો લોટ
-500 ગ્રામ ખાંડ
-જાયફળ દૂધમાં લસોટીને અડધો કપ

*રીત:

ચણાનો કરકરો લોટ ઘી માં શેકો. ઠંડો પડે તેમાં ખાંડ, જાયફળ, એલચીનો ભૂકો નાખી તેનું પૂરણ કરો. હવે મેંદામાં ઘીનું મોણ નાખી, કઠણ લોટ બાંધી લૂઆ તૈયાર કરો. હવે તેની પૂરી વણી, એક પૂરી ઉપર પૂરણ મૂકી બીજી પૂરી મૂકો. તેને ચારે બાજુ બંધ કરી તેને કપડાથી ઢાંકો.હવે તેને ઘી માં તળી લો. થાળીમાં મૂકો. ઠંડુ પડે ચમચી વડે ગરમ ઘી રેડો. અને ઘારી ઠંડી પડે ઉપયોગ કરો.

Khajur & Gajar Halwa (Winter Special)


સામગ્રી 


     છીણેલાં ગાજર - ૮થી ૧૦ નંગ 

     ખજૂર - ૩/૪ કપ 
     ઓલિવ ઓઈલ - ૧ ટેબલસ્પૂન 
     ખાંડ - ૧/૨ કપ
     દૂધ - ૨ કપ
     માવો - ૧/૨ કપ
     કાજુની કતરણ - ૮થી ૧૦ નંગ
     ગ્રીન એલાયચી પાઉડર - ૧/૨ ટીસ્પૂન 
     બદામની કતરણ - ૮થી ૧૦ નંગ

રીત
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાજર અને ખાંડ નાખી ૫ મિનિટ પકવો.ત્યારબાદ તેમાં દૂધ નાખી ૬થી ૮ મિનિટ પકવો.દૂધ સહેજ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં માવો, ખજૂર, કાજુ અને ગ્રીન એલાયચી પાઉડર નાખી મિક્સ કરી લો.હલવામાંથી દૂધ શોષાઈ જાય ત્યાં સુધી પકવો.હલવાને બદામની કતરણથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

Sunday, October 27, 2013

Lasaniya Batata

લસણિયા બટાટા

* સામગ્રી:-

-   1 કપ ચણાનો લોટ
-   ¼ ચમચી હળદર
-  2 ચમચા તેલ
-  ¾ ચમચી લાલ મરચું
-  ½ કપ દહી
-  લસણની 10 કળી [કાપેલી]
-  1 ચમચી જીરુ
-   2 ચમચી ધાણાજીરુ
-   300 ગ્રામ બેબી બટાટા
-  1 મોટો ચમચો સમારેલી કોથમીર
-  ½ ચમચી ગરમ મસાલો
-  તળવા માટે તેલ
-  સ્વાદાનુસાર મીઠું

* રીત:

બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો. એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો.
જીરુ ગરમ થયે [જીરુ તડતડ નહીં થાય] તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો. હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો. પછી કોથમીર ભભરાવી દો ઉપર.

Gulab Jamun

ગુલાબજાંબુ

*સામગ્રી

-500 ગ્રામ મોળો માવો
-250 ગ્રામ પનીર
-125 ગ્રામ મેંદો
-125 ગ્રામ આરારૂટ
- 500 ગ્રામ ખાંડ
-ચાસણી માટે
-ચપટી સોડા
-કેસરનું એસેન્સ
-થોડો લીંબુનો રસ
-દૂધ, ઘી પ્રમાણસર

*રીત

માવો અને પનીરને ખમણી રવાદાર ભૂકો બનાવવો. તેમાં મેંદો અને આરારૂટ ભેળવી, વરચે ખાડો કરી, તેમાં થોડું દૂધ અને ચપટી સોડા નાખી, થોડીવાર રહેવા દેવું. પછીથી દૂધ નાખી, ખૂબ મસળી, કણક તૈયાર કરવી. તેમાંથી લૂઓ લઇ, ઉપરથી લીસાં અને ફાટ વગરના ગુલાબજાંબુ બનાવી ઘીમાં તળી લેવાં. હવે એક વાસણમાં ખાંડ લઇ તે ડૂબે એટલું પાણી નાખી, ઉકળવા મૂકવું. ઉકળે એટલે લીંબુનો રસ ઉમેરી મેલ, મેલ તરી આવે તે કાઢી લેવો. થોડું કેસરનું એસેન્સ ઉમેરી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ પર ગરમ રાખવી. તેમાં બધાં ગુલાબજાંબુ નાખી, થોડીવાર રાખી ઉતારી લેવું. ત્યારબાદ કેસરનું એસેન્સ નાખી ત્રણ ચાર કલાક ઠરવા દેવા.

Thursday, October 24, 2013

Chocolate Barfi

ચોકલેટ બરફીઃ

*સામગ્રી-

-1/2 કપ બટર
-1 કેન કનડેંસ મિલ્ક
-1/2 કેન મિલ્ક પાવડર
-1 ચમચી વેનીલા એસેંસ
-1 ચમચી ચોકલેટ પાવડર

*રીત:

કાચના વાસણમા બટર, કંડેન્સ મીલ્ક અને મીલ્ક પવડર ભેગા કરી માયક્રોવેવ અવનમાં 2:30 મિનીટ માટે હાય પાવર પર મૂકવુ. અઢી મીનીટ પછી બહાર કાઢી હલાવી ફરી અઢી મીનીટ માટે માયક્રોવેવમાં મૂકવુ.  બહાર કાઢી બે ભાગ કરવા એક ભાગમાં વેનીલા એસેંસ નાખી હલાવી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી હલાવી ઘી લગાડેલી થાળી માં પાથરી દેવુ. બીજા ભાગમાં ચોકલેટ પાવડર ભેગો કરી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી વેનીલાની ઉપર પાથરી દેવુ. ઠંડુ પડે એટલે ચોસલા પાડી લેવા.

Kesar Katli

કેસર કતરીઃ

*સામગ્રી-

-૫૦૦ ગ્રામ કાજુ
-૨૦૦ ગ્રામ ખાંડ
-પાણી

*રીતઃ
સૌપ્રથમ કાજુને મિક્સરમાં પીસીને ભૂકો કરી લો.એકસરખો પાવડર કરી તેને એક બાઉલમાં ભરી લો.હવે એક પહોળી કઢાઈમાં ખાંડ નાખીને, તે ડૂબે તેટલું પાણી ઉમેરી, કઢાઇને ગેસ પર મૂકો.એક તારી ચાસણી થાય એટલે કાજુનો ભૂકો ઉમેરી દઈને સારી રીતે મિક્સ કરી લો. અને ઝડપથી પહોળા થાળમાં અથવા ચોરસ કે લંબચોરસ ચોકીમાં નાખીને સહેજ દબાવીને પાથરી દો.ઠંડું પડી જાય પછી તેના ડાયમંડ શેપમાં એકસરખા ટૂકડા પાડી લો. આમ તો કાજુકતરી હમેશા ડાયમંડ શેપમાં હોય છે પરંતુ ડબ્બામાં ભરતી વખતે અને પીરસતી વખતે તે ખૂણાથી તૂટી જવાનો ડર રહે છે.પછી દેખાવ પણ સારો લાગતો નથી. એટલે ડાયમન્ડ આકારને બદલે ચોરસ ટૂકડા પણ કરી શકાય.હવે તેની ઉપર ચાંદીનો વરખ લગાવી દો.અલબત્ત ચાંદીનો વરખ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ તેના પર તે ન લગાવો તો પણ ચાલે.

આજ રીતે ખાંડની ચાસણી બનાવીએ ત્યારે તેમાં બે-ત્રણ ટેબલસ્પુન જેટલા પાણીમાં કે દૂધમાં કેસર ભેળવો અને કાજુનો પાવડર કર્યો તે રીતે પીસ્તાનો થોડો મોટો દાણાદાર ભૂકો કરો અને કાજુના પાવડર સાથે ભેળવી દો. જો ૫૦૦ ગ્રામ કાજુનો પાવડર લીધો હોય તો તેટલો જ પીસ્તાનો મોટો દાણાદાર પાવડર લો અને ખાંડ ૫૦૦ ગ્રામ લો અને ઉપર જણાવ્યું છે તેમ જ કેસરવાળી ચાસણીમાં તેને નાંખી ઘટ્ટ થવા દો તો કાજુ,પીસ્તા,કેસર કતરી તૈયાર થશે.

Kaju Katli

કાજુકતરીઃ

*સામગ્રી-

-100 ગ્રામ કાજુના ટુકડા
-100 ગ્રામ માવો
-150 ગ્રામ ખાંડ
-6 નંગ એલચીનો પાઉડર
-ચપટી કેસરી રંગ
-25 ગ્રામ પિસ્તા
-વરખ

*રીતઃ

કાજુને મિક્સરમાં ક્રશ કરી લો.માવાને કડાઇમાં આછા બદામી રંગનો શેકી ઠંડો થવા દો.હવે તેમાં બૂરું, એલચી, ક્રશ કરેલા કાજુ ભેળવી મિશ્રણ તૈયાર કરો.તેને એક ટ્રે કે થાળીમાં પાથરી તેના પર વરખ લગાવી દો.પૂરણ ઠંડુ પડે એટલે ચોસલા પાડી લો.

Tuesday, October 22, 2013

Sweet Ghughra

ઘુઘરા

*ઘરામાં ભરવાના પૂરણની સામગ્રી:

*સામગ્રી-

-400 ગ્રામ માવો (માવો હંમેશ ચાખી ને લેવો)
-100 ગ્રામ રવો
-2- ટે. સ્પૂન ઘી
-4૦૦ ગ્રામ ખાંડ (પીસી લેવી)
-1૦૦ ગ્રામ કાજૂ (એક કાજૂના ૫ થી ૬ ટૂકડા કરવા)
-5૦ ગ્રામ કિસમિસ
-7-8નંગ નાની એલચી
-100 ગ્રામ સૂકા નારિયેળનો ભૂકો
-લવિંગ જરૂરીયાત પ્રમાણે લેવા

*રીત:
કડાઈમાં માવાને ગેસ પર આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો અને ત્યારબાદ, એક વાસણમાં કાઢી લેવો.ત્યારબાદ, તે જ કડાઈમાં ઘી નાંખી અને રવાને તેજ રીતે આછો ગુલાબી (બ્રાઉન) થાય ત્યાં સુધી શેકવો. અને શેકાઈ ગયા બાદ, એક પ્લેટમાં કાઢી લેવો.ખાંડને પીસી લેવી. સૂકો મેવો તૈયાર કરી રાખવો. (કાજૂના ટૂકડા પસંદ ન હોય તો ભૂકકો કરવો.) એલચીને પણ પીસી લેવી.ત્યારબાદ, માવો, રવો, ખાંડ, એલચી પાઉડર અને સૂકા મેવાને એકસાથે ભેગા કરી અને મિક્સ કવા. જેથી ઘુઘરામાં ભરવાનું પૂરણ તૈયાર થઇ જશે.


*ઘુઘરાનું ઉપરનું પડ બનાવવા માટેની જરૂરી સામગ્રી-

-500 ગ્રામ મેંદો
-5૦ ગ્રામ દૂધ
-125 ગ્રામ ઘી (કણક બાંધવા માટે તેમજ ઘુઘરા તળવા માટે)

*રીત:

મેંદાને એક વાસણમાં ચારણીથી ચાળી અને અલગ રાખવો.ત્યારબાદ, ઘી નું મોણ તેમાં નાખવું અને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરવું.હવે, લોટમાં દૂધ નાંખી અને જરૂરી પાણી ઉમેરી અને એકદમ કઠણ લોટ બાંધવો.લોટ બંધાઈ ગયા બાદ, તેની ઉપર ભીનું કપડું ઢાંકી દેવું અને લોટ સાઈડ પર મૂકી દેવો.ત્યારબાદ, કપડું ખોલીને લોટને ખૂબજ મસળી અને મુલાયમ બનાવવો.બધાજ ગોળાને ભીના કપડાથી ઢાંકી રાખવા અને એક ગોળાને બહાર કાઢી નાની પૂરી વણી લો.


*ઘુઘરા / કચોરી મા પૂરણ ભરવાની રીત :

ઘુઘરા બનાવાનો સંચો /બીબું આવે છે. તેમાં પૂરી રાખી અને તેમાં પૂરણ ભરી દઇ અને તેનું ઢાંકું બંધ કરી દેવાથી વધારાનો લોટ ને કાતરી લેવો અને ઘૂઘરો સાધનમાં તૈયાર થઇ જશે.પૂરીને હાથમાં લઇ અને તેમાં પૂરણ ભરી અને બંને છેડાને ભેગા કરીને પાણીથી ચિપકાવી દેવા અને આંગળીથી દબાવી ત્યારબાદ નખથી તેની કાંગરી પાડવી. જેને નખલા પાડવા નું કેહવાય. આ રીત બધાંને કદાચ ના પણ ફાવે. પરંતુ આ રીત થી તમારે જોઈએ તે માપના ઘૂઘરા બનાવી શકાય.પૂરીને ઘૂઘરાના (કાચોરીના) સંચામાં રાખી તેમાં પૂરણ ભરી અને તેની કિનારી ને પાણી લગાવી અને ચિપકાવી દેવી અને આંગળીથી દબાવી દેવી.

Mohan Thal

મોહનથાળ

*સામગ્રી-

-600 ગ્રામ ચણાનો કરકરો લોટ
-400 ગ્રામ માવો, રંગ,
-1 કિલો ખાંડ,
-ચારોળી જરૂર પ્રમાણે,
-ચપટી બરાસનો ભૂકો,
-600 ગ્રામ ઘી,
-બદામ 10-12 પીસ,
-12 એલચી અને દૂધ,

*રીત :

ચણાના લોટમાં ઘી તથા દૂધનો ધાબો દઈ એક કલાક રાખી, તેને ચાળી ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. તેને ઉતારીને એલચીનો ભૂકો અને પીળો કે કોફી રંગ નાખો. ખાંડની બે તારી ચાસણી બનાવી, નીચે ઉતારી ઘૂંટો. તેમાં શેકેલ ચણાનો લોટ નાખીને ખૂબ હલાવો. તેને થાળીમાં પાથરી દો. તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠંડો પડે તેના ચક્તાં કરો.

Green Coconut Halwa

લીલા નાળીયેરનો હલવો

*સામગ્રી-

-૧ લીલુ નાળિયેર
-૧૦૦  ગ્રામ ખાંડ
-૨ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
-૧ કપ દૂધ
-૧ ટેબલ સ્પૂન ઘી
-૧ ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ 
-કેસર અને ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે

*રીતઃ

લીલા નાળિયેરને છીણીને અથવા નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરી લો. બે ચમચી દૂધમાં ૩ થી ૪ તાંતણા કેસર નાખીને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મુકીને તેમાં ક્રશ કરેલા નાળિયેરના છીણને ૨ થી ૩ મિનિટ સુધી સાંતળો. હવે એક પછી એક તેમાં દૂધ, મિલ્ક પાવડર, અને ખાંડ ઉમેરતા જાવ. આ મિશ્રણને સતત હલાવતા રહો. જ્યારે બધું જ મિશ્રણ એકસાથે ફરવા લાગે તેવું થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યાર પછી દૂધમાં પલાળેલું કેસર સહેજ ઘૂંટીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી પાવડર છાંટો. અને સર્વિંગ બાઉલમાં કાઢી.સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. જો પસંદ હોય તો ચાંદીનો વરખ પણ લગાવી શકાય.લીલા નાળિયેરની સુગંધ અને દૂધ સાથે તેનો સ્વાદ ખુબ જ સરસ આવે છે અને આ હલવો ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

Aallu Tikki

આલું ટિક્કી

 *સામગ્રી-

-બટાકા ૫૦૦ ગ્રામ
-વાટેલા આદું મરચા ૨ ચમચી
-બ્રેડ સ્લાઈસ ૩ નંગ
-કોથમીર
-મરચું
-મીઠું સ્વાદ મુજબ
-તેલ જરૂર મુજબ
-ગરમ મસાલો ૧ ચમચી
-૧ લીંબુનો રસ

 *રીતઃ

બટાકાને બાફી લો.પછી છાલ ઉતારી હાથ વડે મસળીને માવો બનાવો.બ્રેડ પલાળીને નીચોવી નાંખો.પછી તેમાં ભેળવી દો, એમાં ઉપરનો મસાલો પણ નાખી દો, એની પેટીસ કે કટલેસ વાળો.ગરમ તેલમાં તળી લો.ગુલાબી થાય તો બહાર કાઢી લો. લીલી કે તીખી ચટણી સાથે પીરશો.

Choco Coco Roll

ચોકો કોકો રોલ્સઃ

*સામગ્રી-

-૧૦૦ ગ્રામ મલાઈ
-૧૦૦ ગ્રામ સૂકું કોપરુ
-૨ ટેબલ સ્પૂન કોકો પાવડર
-૪ ટી સ્પૂન દળેલી ખાંડ
-૨ પેકેટ પારલે જી બિસ્કીટ

*રીતઃ

બિસ્કીટને નાના ટૂકડા કરીને મિક્સરમાં ક્રશ કરી સાવ બારીક પાવડર બનાવી લો. તેમાં કોકો પાવડર, ૧ ટીસ્પૂન ખાંડ, અને ૭૫ ગ્રામ જેટલી મલાઈ ભેળવી લોટ બાંધી લો.ત્યાર પછી બાકીની મલાઈ અને ખાંડ કોપરાના છીણમાં ભેળવી સારી રીતે મિક્સ કરો.હવે બે પ્લાસ્ટીક શીટની વચ્ચે બિસ્કીટ અને કોકો પાવડર વાળો ભાગ મૂકીને હળવે હાથે વણો. થોડું વણાઈ જાય એટલે તેની ઉપર ખાંડ, મલાઈનું મિશ્રણ મૂકીને ફરી વણી લો. આમ કરવાથી બન્ને મિશ્રણ એકસરખા ફેલાઈ જશે. મોટો રોટલો વણીને તેના ઉપરનું પ્લાસ્ટીક કાઢી લો. હવે નીચેના પ્લાસ્ટીકને ધીમેથી ઉપાડીને આખા રોટલાનો રોલ વાળી લો. આ રોલની ફરતે ચાંદીનો વરખ લગાડી લો. (વરખનો ઉપયોગ જરાય જરૂરી કે સલાહભર્યો નથી) રોલને ૧ કલાક સુધી ફ્રીજરમાં સેટ થવા મૂકો.રોલ એકદમ કડક થઈ જાય એટલે બહાર કાઢીને તેના એકસરખા પીસ કરો અને ડબ્બામાં ભરી લો. આ રોલ્સને ફ્રીજમાં જ રાખો અને પીરસતી વખતે જ બહાર કાઢો…