વડોદરા લીલો ચેવડોઃ
*સામગ્રી-
-૨૦૦ ગ્રામ પાલક
-૧/૨ કપ મેંદો
-૧/૨ કપ ચણાનો લોટ
-૧/૨ કપ સીંગદાણા
-૧ કપ પૌંઆ
-૧/૨ પ્યાલો લીલા સૂકા વટાણા
-૧/૨ કપ કાબુલી ચણા
-ચમચી ખાવાનો સોડા
-૫-૬ લીલાં મરચાં,૧ ચમચી જીરું
-૧ ચમચો તલ,૧/૪ સૂકું કોપરું
-૨ ચમચા કિસમિસ,૧૫-૨૦ કાજુ
-૧ ચમચી મીઠું,૧ ચમચી ખાંડ
-તળવા માટે જરૂરી તેલ.
*રીતઃ
૧૦૦ ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક, ૧ ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો.બાકી વચેલી અડધી પાલકમાં ૧ ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો.લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં ૬-૭ કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો.કોપરાની લાંબી પાતળી ચિપ્સ કાપો. લીલાં મરચાં લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો ૧/૨ સે. મી. જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો.ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી તળી નાખો. ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. વધેલી આખી પાલકનાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરું,તલ અને લીલાં મરચાં ૧/૨ ચમચી તેલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્તુઓ મિક્સ કરો. લીલો ચેવડો તૈયાર છે.
No comments:
Post a Comment