ભજીયાં:
* સામગ્રી:
- ૧ કપ ચણાનો ઝીણો લોટ,
- ૧ નાની ચમચી મરચું,
- ૧ નાની ચમચી હળદર,
- ૧ નાની ચમચી ખાંડ,
- ૧ નાની ચમચી ધાણાજીરું,
- ૧ નાની ચમચી ગરમ મસાલો,
- ૧ નાની ચમચી કણકીનો લોટ,
- થોડાં સાજીનાં ફૂલ,
- બટાકા,
- ડુંગળી,
- મરચાં,
- કેળાં,
- કેરી,
- કોળું,
- રીંગણ
- રતાળુ,
- અજમાનાં પાન,
- પોઈનાં પાન,
- તેલ પ્રમાણસર,
- મીઠું પ્રમાણસર
* રીત:
ચણાનાં લોટમાં બધો મસાલો નાખી ખીરું પલાળવું. કેળાં કે મરચાંનાં
ભજીયાં કરવા હોય તો ખીરું જાડું રાખવું.પહેલાં તેનાં ભજીયાં ઉતારી પછી
ઢીલું કરવું. બટાકા અને ડુંગળીનાં પાતળાં પીતાં કરવાં.કેળાંનાં જાડા પીતાં
કરવાં. મરચાંમાં કાપા કરી,બીયાં કાઢી,મીઠું,ધાણાજીરું,ખાંડ ભરવાં.આફૂસ
કેરીના ચોરસ પીતાં કરવાં. ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકવું.જેના
ભજીયાં કરવા હોય તેનાં પીતાં ખીરામાં બોળી તેલમાં નાખવાં અને તળવાં.
આમ, વારાફરતી બધા ભજીયાં ઉતારવાં.
can you put this in English, please!
ReplyDelete