મીકસ વેજીટેબલ:
*સામગ્રી :
કોબીજ
ફલાવર
લીલા વટાણા
ગાજર
(બધુ ૫૦ ગ્રામ)
મરચું
ધાણાજીરું
ખાંડ
(બધુ ૧ ચમચી)
અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે
*ગ્રેવી માટે સામગ્રી :
૪ થી ૫ નંગ ટમેટા,
૨ થી ૩ નંગ લીલા મરચાં,
કાજુના ટુકડાની પેસ્ટ,
૧ ચમચી તજ-લવિંગનો ભૂકો,
વઘાર માટે તેલ અને ઘી,
*રીત :
સૌ પ્રથમ બધા જ શાકભાજી બાફી લો. હવે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, લીલા મરચાં, કાજુની પેસ્ટ, તર-લવિંગનો ભૂકો - આ બધું જ ભેગું કરી ક્રશ કરી લો. એક કઢાઈમાં તેલ-ઘીનો વઘાર મૂકી ગ્રેવી ઉમેરવી. ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી નાખી, ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરવો. ગ્રેવીનું પાણી થોડું બળવા દેવું.
No comments:
Post a Comment