Tuesday, December 17, 2013

Cutlets


કટલેસ :

સામગ્રી:


૧ T સ્પૂન લીલા વટાણા
૧ T સ્પૂન  છીણેલી કોબીજ

૧ T સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ T સ્પૂન આદુલસણની પેસ્ટ
૧ T સ્પૂન નાના ટુકડા કરેલું ગાજર
૧ T સ્પૂન અથવા કોર્નફ્લોર
૧/૨ T સ્પૂન ચાટ મસાલો
૧/૪ T સ્પૂન હળદર
ર બાફેલા બટાકા
૧  નંગ લીલું મરચુ બારીક સમારેલું

૧  કપ બ્રેડક્રમ્સ
૧ બીટ છીણેલું
લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે


રીત:


બાફેલા બટાકાને છાલ કાઢીને છૂંદી લો.  અને વટાણા, ગાજર ને અધકચરા બાફી લો.  હવે એક વાસણમાં તેલ મૂકીને ડુંગળી સાંતળો, ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ અને લીલુ મરચુ નાખીને હલાવી લો. હવે  અધકચરા બાફેલા ગાજર, અને વટાણા ઉમેરો. એમાં લાલ મરચું, હળદર, મીઠું અને ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે બાફેલા બટાકાનો માવો ઉમેરીને છીણેલું બીટ નાખો અને ફરી ભેળવી લો. મસાલો સરખો ચડે એટલા પૂરતું બે મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દો. પછી ઉતારી લો.
હવે એક ડીશમાં મેંદો કે કૉર્ન ફ્લૉર લઈ તેમાં પાણી ઉમેરીને પાતળું ખીરુ બનાવી લો.  અને બીજી ડિશમાં બ્રેડ નો ભુક્કો પાથરી રાખો.
હવે બટાકાના મિશ્રણને લઈ તેમાંથી કટલેટ્સનો આકાર આપીને ખીરામાં ડુબાડીને તરત જ બ્રેડ ના ભુક્કા માં રગદોળી નાખો અને સહેજ દબાવો તળવા માટે તેલ ગરમ મૂકો. બધી કટલેટ્સ તૈયાર કરીને તળી લો અને પેપર નેપ્કિન પર કાઢતા જાવ જેથી વધારાનું તેલ તેમાં ચૂસાઈ જાય

No comments:

Post a Comment