Sunday, December 15, 2013

Khandvi



*ખાંડવી

સામગ્રી
:-  
૧ ચમચો તલ
૧ ચમચી રાઈ
૧ વાટકી ચણાનો લોટ (બેસન)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરીને વાપરવું)ગેસ પર બનાવતી વખતે ૪ વાટકી અને ઓવનમાં બનાવો ત્યારે ૩ વાટકી છાશ લેવી.
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ (ભાવતું હોય તો)
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચા તેલ વઘાર માટે
ચપટી હિંગ

*રીત
:

એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ (બેસન) સારી રીતે મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને ૨ મિનિટ સુધી હલાવતા રહો. થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ ભેળવો ફરીથી ૪ થી ૫ મિનિટ સતત હલાવતા રહો જ્યારે આ મિશ્રણ પાથરી શકાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી મોટી પ્લેટ પર પાતળા થરમાં પાથરી લો. થોડી વાર પછી તેને ઊભા કાપા પાડી દરેક પટ્ટીનો ગોળ રોલ વાળી લો. આ બધા રોલને કોઈ બાઉલ કે પ્લેટમાં ઊભા ગોઠવી દો.

*વધાર માટે :

હવે એક વાસણમાં વઘાર માટે તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને તલનો વઘાર કરો. અને આ ગરમ ગરમ તેલ બધા જ રોલ ઉપર સરખા ભાગે ફેલાવી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર પણ છાંટો .

No comments:

Post a Comment