ગાજર નો હલ્વો
સામગ્રી :-
૫૦૦ ગ્રામ ગાજર છીણેલા
૨૦૦ ગ્રામ ખાંડ
૧૦૦ ગ્રામ માવો અથવા મિલ્ક પાવડર
૨ સ્પૂન મલાઈ
૨૫૦ મિલી. ફુલ ક્રીમ મિલ્ક
૧ સ્પૂન ઘી
૨ સ્પૂન કાજુના ટુકડા
૧ સ્પૂન કિસમિસ
૧/૨ સ્પૂન એલચી પાવડર
રીત :-
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી મૂકીને છીણેલા ગાજરને શેકી લો. ત્યારપછી તેમાં દૂધ નાખીને તેને ચડવા દો. વચ્ચે વચ્ચે આ મિશ્રણ હલાવતા રહો જેથી તળિયે બેસી ન જાય. હવે તેમાં ખાંડ અને મલાઈ ઉમેરીને હલાવો જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. થોડું ઘટ્ટ કરવા તેમાં માવો અથવા મિલ્ક પાવડર ઉમેરીને બધું જ સારી રીતે મિક્સ કરો. અને તેને એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી ચડવા દો.
હવે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરી પ્લૅટમાં કે બાઉલમાં કાઢી લઈ ઉપરથી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ નાખી પીરસો.
No comments:
Post a Comment