Monday, December 30, 2013

Black Forest Cake


બ્લેક ફોરેસ્ટ કેક:-

*સામગ્રી:


૨ કપ દૂધ

૧૦૦ ગ્રામ બટર
૨૫૦ ગ્રામ મેંદો
૧૫૦ ગ્રામ દળેલી ખાંડ
૧ ૧/૨ T.સ્પૂન બેકિંગ પાવડર
૧ ૧/૨ T.સ્પૂન કોકો પાવડર
૩ T.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર

૧/૨ ચમચી સાજી ના ફૂલ (ખરો)



*આઈસીંગ માટેની સામગ્રી:

૨૫૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
૧૦૦ ગ્રામ આઈસીંગ સુગર
૧ કપ છીણેલી ચોકલેટ
૧/૪ ટી.સ્પૂન વેનીલા એસેન્સ


*સજાવટ(ગાર્નીશીગ):ચેરી


*રીત:

બટર માં દળેલી ખાંડ ઉમેરી ખુબ જ ફીણી હલકું કરો .તેને બાજુ પર રાખી દો. હવે મેંદો,
બેકિંગ પાવડર,સાજી ના ફૂલ ,કોકો પાવડર તથા ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર ને ભેગા કરી ૩ થી
૪ વાર ચાળી લો.હવે બટર વાળા મિશ્રણ માં થોડું દૂધ નાખી ફીણી લેવું પછી તેમાં ધીમે ધીમે મેંદાનું મિશ્રણ અને દૂધ નાખતા જવું અને બિટર થી બીટ કરતા જવું.એક જ દિશા માં બીટ કરવું.લગભગ ૧૦ મિનીટ માટે બીટ કરવું .ગ્રીસ કરેલા માઈક્રો ઓવન પ્રૂફ બાઉલ માં રેડી માઈક્રો મીડીયમ પર ૮ મિનીટ માટે રાખો .
કેક ઠંડી થઇ જાય એટલે વાયર રેક પર અન મોલ્ડ કરી લેવી.બરોબર ઠંડી થાય એટલે તેના વચ્ચે થી
૨ ભાગ કરી બન્ને ભાગ પર સુગર સીરપ થી સોકીંગ કરવું.અને પછી આઈસીંગ કરવું.

આઈસીંગ માટે ક્રીમ ના બાઉલ ને બરફ વાળા વાસણ માં મૂકી તેમાં આઈસીંગ સુગર તથા
વેનીલા એસેન્સ નાખી બિટર કે ચમચા વડે બીટ કરવું. તૈયાર થયેલા આઈસીંગ ને કેક ના બે ભાગ ની વચ્ચે તથા કેક ની ઉપર લગાવી લો.ત્યાર બાદ તેની પર છીણેલી ચોકલેટ ભભરાવો.ઉપર ચેરી મૂકી સર્વ કરો.

Kathiyavadi Dahi (Yogurt)


દહીં:-

*સામગ્રી :

૧ કપ : મીલ્ક પાવડર
૨ ચમચી : છાશ
૨ ૧/૨ કપ: ઉકાળેલું પાણી


*રીત:

પાણી ને ઉકાળી તેમાં મીલ્ક પાવડર નાખી, બરાબર મિક્ષ કરી લો.પછી તે થોડું ઠંડુ થઇ જાય પછી તેમાં છાશ નાખી જરા હલાવી ઢાકણ ઢાકી ગરમ જગ્યા એ ૮ થી ૧૦ કલાક રાખી મુકો પછી ફ્રીજ માં રાખીદો

Mix Vegetable


મીકસ વેજીટેબલ:

*સામગ્રી :

કોબીજ
ફલાવર
લીલા વટાણા
ગાજર
(
બધુ ૫૦ ગ્રામ) 
મરચું
ધાણાજીરું
ખાંડ
(બધુ ૧ ચમચી)
અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે


*ગ્રેવી માટે સામગ્રી :

૪ થી ૫ નંગ ટમેટા,
૨ થી ૩ નંગ લીલા મરચાં,
કાજુના ટુકડાની પેસ્ટ,
૧ ચમચી તજ-લવિંગનો ભૂકો,
વઘાર માટે તેલ અને ઘી,


*રીત :
સૌ પ્રથમ બધા જ શાકભાજી બાફી લો.  હવે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, લીલા મરચાં, કાજુની પેસ્ટ, તર-લવિંગનો ભૂકો - આ બધું જ ભેગું કરી ક્રશ કરી લો. એક કઢાઈમાં તેલ-ઘીનો વઘાર મૂકી ગ્રેવી ઉમેરવી. ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી નાખી, ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરવો. ગ્રેવીનું પાણી થોડું બળવા દેવું.

Nan Khatai


નાન ખટાઇ:-
*સામગ્રી:
100 ગ્રામ મેંદો
100 ગ્રામ સોજી (રવો)
100 ગ્રામ ઘી
100 ગ્રામ ખાંડ નો પાવડર
બેકિંગ પાવડર - 1 / 2 ટી .સ્પૂન
ઈલાયચી પાવડર
2 ટેબલ સ્પૂન પિસ્તા બદામના ફ્લૅક્સ


*રીત :

ઘી અને ખાંડનો પાવડર ને એક સાથે ભેગા કરી ને સરખા મિક્ષ કરી લેવા. હવે ઉપર બનાવેલા મિશ્રણમાં ધીરે ધીરે મેંદો, રવો, ઈલાયચી પાવડર સ્વાદ પ્રમાણે અને બેકિંગ પાવડર નાખતા જવું અને હલાવતા જવું. જરા પણ ગંઠાના થાય તેનું ધ્યાન રાખવું. હવે 15-20 મિનીટ રાખવુ. બેકિંગ પ્લેટ લેવી તેમાં ઘીનું ગ્રીસિંગ કરી તેમાં આ મિશ્રણમાંથી નાન ખટાઇના શેપ આપવા.સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. ઓવેનમાં 180 સેન્ટીગ્રેડ તાપમાને અંદાજે 20-25 મિનીટ બેક કરવું. 10 મિનીટ ઠંડી થવા દેવી પછી બેકિંગ પ્લેટ માથી સર્વિંગ કરવાની પ્લેટમાં કાઢી લેવી.

Veg Manchow Soup


વેજ મન્ચાઉ સુપ -

*સામગ્રી :-

ગાજર
કોબી

શિમલા મરચુ
( આ બધું અડધું ઝીણું સમારેલું)
આદુ :-નાનું ઝીણું સમારેલું
સોયા સોસ :-4 ચમચી
ચીલી સોસ :-અડધી ચમચી
વિનેગર :-1 ચમચી
કૉન ફ્લોર :-2 ચમચી
૧ કાંદો
લસણ ની કળી
2 લીલા મરચા


*રીત :-
બધા શાકભાજી ને ઝીણા સુધારી ને પછી એક નોન સ્ટીક પેન માં 1 ચમચી તેલ લઇ આદુ,લસણ, લીલું મરચું સમારેલું સાતળી પછી એમાં પાછા શાકભાજી નાખી ને હલાવો પછી એમાં પાણી નાખી ને એમાં સોયા સોસ અને ચીલી સોસ નાખો પછી થોડું મીઠું નાખવું અને ગરમ થયા પછી કોર્ન ફ્લોરને ઠંડા પાણી માં હલાવી ને સૂપ માં નાખી ને લીલા કાંદા નાખી ને ગરમ-ગરમ સર્વ કરવું.

Thursday, December 19, 2013

Mini Pizza



*મિની પિઝાઃ

*સામગ્રી-

-બ્રેડ 3 સ્લાઈસ
1 ટેબલ સ્પૂન -ચણા
1/2 ટી સ્પૂન -ચાટ મસાલો
1 ટેબલ સ્પૂન -રવો
1 ટેબલ સ્પૂન -મકાઈનો લોટ
બ્રેડ ક્રમ્સ
મોટી સરસો
મીઠો લીમડો,
ચટણી


*રીતઃ

બ્રેડની કિનારો કાપીને દહીંમાં પલાળી દો. પછી તેમા રવો, મકાઈનો લોટ અને મીઠુ નાખીને 15 મિનિટ છોડી દો. ત્યારબાદ બધી શાકભાજીઓ ઝીણી સમારીને મિક્સ કરો. મસાલા નાખી દો. પછી તેમા બ્રેડ ક્રમ્સ અને સોડા નાખીને મિક્સ કરો. એક મોલ્ડમાં ચિકાશ લગાવીને મિશ્રણ નાખો. ઉપરથી ચણા,પનીર અને નારિયળનુ છીણ ભભરાવી દો.ચીઝ છીણી ને નાખો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 સે. પર 25-30 મિનિટ બેક કરો. બ્રાઉન સેકાવા દો. બ્રાઉન થતા સુધી વઘાર તૈયાર કરો અને પિઝા પર નાખો. સોસ, લીલી ચટણી અને ચટણી લગાવી મીની પિઝા ને સર્વ કરો.


*સજાવટ માટે

મીઠુ સ્વાદ મુજબ.
શાકભાજીઓ - ગાજર, લીલી ડુંગળીના પાન, ટમેટા કાપેલા, ચીઝ 1 ક્યુબ, કોબીજ, શિમલા મરચાં 2 ક્યુબ, પનીર 50 ગ્રામ (છીણેલુ).

Spicy Carrot Salad



*સ્પાઇસી કેરોટ સલાડ:

*સામગ્રી-

૮-૧૦ નંગ -ગાજર
૧ ચમચો - ઓઇલ
૩ ચમચા -લીંબુનો રસ
૧ ચમચી -સમારેલી કોથમીર
લસણની પેસ્ટ
મરીનો પાઉડર
એલચીનો પાઉડર
તજનો પાઉડર
મીઠું સ્વાદ મુજબ


*રીતઃ

ગાજરની લાંબી ચીરીઓ કરી તેને પાંચ-સાત મિનિટ એટલે કે સહેજ પોચા પડે ત્યાં સુધી બાફો. એક પેનમાં ઓઇલ ગરમ કરી તેમાં લસણની પેસ્ટ, મરીનો પાઉડર, એલચીનો પાઉડર, તજનો પાઉડર નાખી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. તેમાં ગાજર, લીંબુનો રસ, મીઠું અને સમારેલી કોથમીર મિકસ કરો.

Tuesday, December 17, 2013

Cutlets


કટલેસ :

સામગ્રી:


૧ T સ્પૂન લીલા વટાણા
૧ T સ્પૂન  છીણેલી કોબીજ

૧ T સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ T સ્પૂન આદુલસણની પેસ્ટ
૧ T સ્પૂન નાના ટુકડા કરેલું ગાજર
૧ T સ્પૂન અથવા કોર્નફ્લોર
૧/૨ T સ્પૂન ચાટ મસાલો
૧/૪ T સ્પૂન હળદર
ર બાફેલા બટાકા
૧  નંગ લીલું મરચુ બારીક સમારેલું

૧  કપ બ્રેડક્રમ્સ
૧ બીટ છીણેલું
લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે


રીત:


બાફેલા બટાકાને છાલ કાઢીને છૂંદી લો.  અને વટાણા, ગાજર ને અધકચરા બાફી લો.  હવે એક વાસણમાં તેલ મૂકીને ડુંગળી સાંતળો, ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ અને લીલુ મરચુ નાખીને હલાવી લો. હવે  અધકચરા બાફેલા ગાજર, અને વટાણા ઉમેરો. એમાં લાલ મરચું, હળદર, મીઠું અને ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે બાફેલા બટાકાનો માવો ઉમેરીને છીણેલું બીટ નાખો અને ફરી ભેળવી લો. મસાલો સરખો ચડે એટલા પૂરતું બે મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર ચડવા દો. પછી ઉતારી લો.
હવે એક ડીશમાં મેંદો કે કૉર્ન ફ્લૉર લઈ તેમાં પાણી ઉમેરીને પાતળું ખીરુ બનાવી લો.  અને બીજી ડિશમાં બ્રેડ નો ભુક્કો પાથરી રાખો.
હવે બટાકાના મિશ્રણને લઈ તેમાંથી કટલેટ્સનો આકાર આપીને ખીરામાં ડુબાડીને તરત જ બ્રેડ ના ભુક્કા માં રગદોળી નાખો અને સહેજ દબાવો તળવા માટે તેલ ગરમ મૂકો. બધી કટલેટ્સ તૈયાર કરીને તળી લો અને પેપર નેપ્કિન પર કાઢતા જાવ જેથી વધારાનું તેલ તેમાં ચૂસાઈ જાય

Sunday, December 15, 2013

Khandvi



*ખાંડવી

સામગ્રી
:-  
૧ ચમચો તલ
૧ ચમચી રાઈ
૧ વાટકી ચણાનો લોટ (બેસન)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરીને વાપરવું)ગેસ પર બનાવતી વખતે ૪ વાટકી અને ઓવનમાં બનાવો ત્યારે ૩ વાટકી છાશ લેવી.
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ (ભાવતું હોય તો)
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચા તેલ વઘાર માટે
ચપટી હિંગ

*રીત
:

એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ (બેસન) સારી રીતે મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને ૨ મિનિટ સુધી હલાવતા રહો. થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ ભેળવો ફરીથી ૪ થી ૫ મિનિટ સતત હલાવતા રહો જ્યારે આ મિશ્રણ પાથરી શકાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી મોટી પ્લેટ પર પાતળા થરમાં પાથરી લો. થોડી વાર પછી તેને ઊભા કાપા પાડી દરેક પટ્ટીનો ગોળ રોલ વાળી લો. આ બધા રોલને કોઈ બાઉલ કે પ્લેટમાં ઊભા ગોઠવી દો.

*વધાર માટે :

હવે એક વાસણમાં વઘાર માટે તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને તલનો વઘાર કરો. અને આ ગરમ ગરમ તેલ બધા જ રોલ ઉપર સરખા ભાગે ફેલાવી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર પણ છાંટો .

Dal Pakwan


દાળ પકવાનઃ

* સામગ્રીઃ

*દાળ માટે :

 તેલ : ૨ ટે.સ્પુન

 હળદર : ૧/૪ ટી.સ્પુન
 લાલમરચું પાવડર : ૧ ટી.સ્પુન
 સમારેલ ડુંગળી : ૧ નંગ
 આદુની પેસ્ટ : ૧ નંગ આદુની
 કલાક પલાડેલ ચણાની દાળ : ૧ કપ
 ગરમ મસાલો : ૧ ટી.સ્પુન
 મીઠું : સ્વાદ પ્રમાણે


*પકવાન માટેઃ

જીરૂ : ૧/૨ ટી.સ્પુન

ઘી : ૨ ટે.સ્પુન
મેંદો : ૧ કપ
ક્રશ કરેલ તીખાનો ભુક્કો : ૧/૪ ટી.સ્પુન

તેલ : તળવા માટે
મીઠું : સ્વાદ પ્રમાણે


*રીતઃ

દાળ માટે :

પહેલા દાળને બાફી લેવી. હવે એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલ ડુંગળી નાખો. ડુંગળી ગોલ્ડન-બ્રાઉન થાય ત્યાં સુધી સાંતડો. હવે તેમાં બધા જ મસાલા નાખી સરખી રીતે મિક્સ કરી તેમાં દાળ નાખવી. હવે તેને ૫ મિનીટ સુધી ચડવા દેવી. એટલે દાળ તૈયાર થઇ જશે.

પકવાન માટે:

તેલ વિના પકવાન બનાવવા માટેની બધી જ સામગ્રી સરખી રીતે મિક્સ કરી પાણી થી પકવાન નો લોટ બાંધી લોટને ૨૦ મિનીટ માટે રાખી મુકો. હવે તેના ગોળ ગોળા વાળી લેવા. હવે દરેક ગોળાની મોટી પૂરી બનાવી કાંટા થી થોડા કાણાં પાડી લેવા. હવે અન્ય એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી મધ્યમ ફ્લેમ પર પૂરી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાઈ કરી લેવી. એટલે પકવાન તૈયારથઇ જશે.

Friday, December 13, 2013

Carrot Salad (American Style)



 કેરટ સલાડ (
અમેરિકન)

*સામગ્રી-

-2 ગાજર
-2 લીલા મરચા
-3 ટીસ્પૂન લીંબુનો રસ
-1 ટીસ્પૂન રાયના દાણા
-મરી પાવડર, એક ચપટી
-મીઠું, સ્વાદ અનુસાર
-1 ટીસ્પૂન તેલ

*રીત:

ગાજરની છાલ ઉતારીને છીણી લો.લીલા મરચાનો પીસી લો.એર બાઉલમાં ગાજર, પીસેલા જેલેપેનો અને મરચા, મરી, મીઠું અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાયના દાણા ફૂટવા દો. ત્યાર બાદ તેમાં ગાજરનુ મિશ્રણ ઉમેરો.લીલા ધાણા ઉમેરો.ફ્રિઝમાં ઠંડુ થવા દો અને પછી સર્વ કરો.

Ras Malai



રસમલાઈઃ



*સામગ્રી-

-500 ગ્રામ દૂધ
-પનીર ટીક્કી બનાવવા અલગથી પ્રમાણસર દૂધ
-લીંબુ-દૂધ ફાડવા
-2-3 ચમચી મેંદો
-સ્વાદ અનુસાર ખાંડ
-ચપટી ભરીને કેવડાનું એસેન્સ
-સજાવવા માટે ડ્રાય ફ્રુટ્સ

*રીત :

સૌથી પહેલા દૂધમાં લીંબુ નાંખી તેને ફાડી નાંખો. ફાટેલા આ દૂધમાં બે-ત્રણ ચમચી મેંદો ભેળવી બરાબર ફેંટી લો, એટલું ફેંટો કે દૂધ સખત થઇ જાય અને પાણીનું એક ટીંપુ પણ ન બચે. હવે આ દૂધની નાની-નાની ટીક્કીઓ બનાવી અડધા દૂધ અને અડધા પાણીમાં નાંખી 5 મિનિટ સુધી ઉકાળો. તેમાં અડધો લીટર ઘટ્ટ દૂધ ભેળવો અને સ્વાદ અનુસાર ખાંડ નાંખો. ઠંડુ થતાં તેમાં ડ્રાયફ્રૂટ નાખી સજાવો

Sunday, December 1, 2013

Kopra ni Chutney



કોપરાની ચટણી



સામગ્રી:


કોપરું,
દાળીયા વાટેલા,
લીલું મરચું,
કોથમીર,
મોળું દહીં,
મીઠું સ્વાદ મુજબ

વઘાર માટે:
રાય,હીંગ, લીલો લીમડો અને આખા મરચાં

રીત:
મિક્સીમાં દાળીયા વાટી લો.તેમાં કોપરું, લીલું મરચું, કોથમીર, મીઠું અને મોળું દહીં ઉમેરી મિક્સીમાં પીસો. એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ ઉમેરો રાતી થવા આવે એટલે તેમાં રાઈ, હિંગ, લીમડાઅને આખા લાલ મરચાનો વઘાર કરો. આ વધારને પીસેલી ચટણી પર રેડો અને હલાવો.