Friday, January 10, 2014

Pizza


*પીઝાઃ


*સામગ્રી :

2 ચમચા -ઓલિવ ઓઈલ
1 ચમચી -ખાંડ
4 કપ -મેંદો
10 ગ્રામ -યીસ્ટ
1 ચમચી મીઠું


*સોસ માટે સામગ્રી:

2 ચમચા -ઓલિવ ઓઈલ
અડધી ચમચી -ઓરેગાનો (સૂકો)
2 નંગ -ડુંગળી
6 કળી -લસણ
10-12 નંગ -ટામેટાં
8-10 -તુલસીનાં પાન
2 કપ -ટોમેટો પ્યોરી
1 ચમચી -ખાંડ
સફેદ મરીનો પાઉડર સ્વાદ મુજબ


*ટોપિંગ્ઝ માટે સામગ્રી:

અડધું  -લાલ કેપ્સિકમ,પીળું કેપ્સિકમ
3-4 નંગ -ડુંગળી
2 કપ -મોઝેરેલા ચીઝ (છીણેલું)

બટન મશરૂમ – 4-5 નંગ (ખાતા હોય તો)


 *રીત :

મેંદામાં મીઠું નાખી ચાળી લો. તેમાં નવશેકા પાણીમાં થોડી ખાંડ સાથે યીસ્ટ ઘોળી મેંદામાં સારી રીતે મિકસ કરો. પછી જરૂર પ્રમાણે પાણી લઈ કણક બાંધો. તેને એક કલાક સુધી રહેવા દો. કણકને ફરીથી કૂણવી અને તેમાં ઓલિવ ઓઈલ ભેળવો. પછી તેના ચાર સરખા ભાગ કરો. દરેકને ભીના કપડામાં વીંટાળી એક તરફ રહેવા દો, જેથી તે બરાબર ફૂલી જશે. ટામેટાં અને બે ડુંગળીમાંથી થોડી ડુંગળી બારીક સમારો અને થોડી ડુંગળીની સ્લાઈસ કરો. લસણ છોલીને સમારી લો. તુલસીનાં પાન ધોઈને કોરા કરો. કેપ્સિકમ બારીક સમારો. બટન મશરૂમને ધોઈને પછી સ્લાઈસ કરો.

લૂઆમાંથી એક સે.મી. જેટલી જાડાઈના પિઝા બેઝ વણો. ઓવનને ૨૦૦   ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો. બેકિંગ ટ્રેમાં આ પિઝા બેઝને ગોઠવો. તેના પર થોડો ટોમેટો સોસ પછી ચીઝનો પાતળો થર કરો. સમારેલાં કેપ્સિકમ ગોઠવીને તેના પર મીઠું અને મરીનો પાઉડર ભભરાવો. ફરી ચીઝનો થર કરી થોડું ઓલિવ-ઓઈલ અને ઓરેગાનો ભભરાવો. હવે તેને પચીસ મિનિટ સુધી બેક થવા દો. ઓવનમાંથી બહાર કાઢયા બાદ પિઝા પર થોડું ઓલિવ-ઓઈલ લગાવો. પિઝા કટરથી તેના પીસ કરીને ગરમ સર્વ કરો.

સોસ માટે ની રીત:
ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઈસ અને લસણ એકાદ મિનિટ સુધી સાંતળો. તેમાં તુલસીનાં પાન તથા ટામેટાં ભેળવો એક-બે મિનિટ માટે સાંતડી તેમાં ટોમેટો પ્યોરી મિકસ કરો. પછી સૂકો ઓરેગાનો, મીઠું, સફેદ મરીનો પાઉડર અને ખાંડ નાખીને હલાવો.

Vegetable Biriyani


*વેજીટેબલ બિરયાની:


*સામગ્રી:

1 કપ -મિક્સ શાકભાજી (ગોબી, બટાટા, ગાજર,ફ્લાવર)
2 કપ -બાસમતી રાઈસ
150 ગ્રામ -લીલા વટાણા
3 ડુંગળી, ઝીણી સમારેલી
2 લીલા મરચા, ઝીણા સમારેલા
4 TS -વેજીટેબલ તેલ
1 TS -લાલ મરચાનો પાવડર
2 TS -તજ અને જીરુ
1/2 TS -રાયના દાણા
4 નંગ -લવિંગ
1/2 ટીસ્પૂન -કાળા મરીનો પાવડર
4-ટમેટા
1/2 કપ દહીં
મીઠું, સ્વાદ અનુસાર
3 TS -ડ્રાય ફ્રૂટ્સ (કાજૂ-કિસમિસ) (સજાવટ માટે)


*રીત:
પહેલા રાઈસ (ચોખા)ને બરાબર ધોઈ પછી 3 1/2 કપ પાણી અને થોડા મીઠા સાથે પ્રેશર કુકરમાં બાફી લો. તેની સાથે 2 ટેબલસ્પૂન કાજૂ-કિસમિસ પણ ઉમેરો.બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારો. તે દરેકને અલગ અલગ રીતે તેલમાં તળી લો. લીલા વટાણાને પણ શેકી લો.હવે રાયના દાણા, લીલા મરચા, તજ, જીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને 1/2 મિનીટ સુધી સાંતડી પછી તેમાં ડુંગળી ઉમેરો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો. તેમાં મીઠું, લાલ મરચાનો પાવડર, ઝીણા સમારેલા ટમેટા ઉમેરો.હવે તેમાં દહીં ઉમેરીને બરાબર હલાવો.10 સેકન્ડ સુધી ગરમ કરો.

પછી તળેલા શાકભાજી ઉમેરો.હવે તેમાં બાફેલા રાઈસ ઉમેરો અને બરાબર મિક્સ કરો.પણ ચોખાના દાણા ભાંગી ન જાય એ રીતે. 3 મિનીટ સુધી પકાવો.વેજીટેબલ બિરયાનીને સર્વિંગ ડિશમાં કાઢો. તેને ડ્રાયફૂટ્સ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો

Corn Toast


*કોર્ન ટોસ્ટ:


*સામગ્રીઃ

-બ્રેડ
૧ કપ -મકાઇના દાણા (બાફેલા)
૧ -સમારેલું કેપ્સિકમ
૨-૩ નંગ -સમારેલાં લીલાં મરચાં
૨ ચમચા -સમારેલી કોથમીર
૧ નંગ -સમારેલી ડુંગળી
મરીનો પાઉડર
ચીઝનું છીણ
મીઠું – સ્વાદ મુજબ


*રીત:

ઓવનને ૧૮૦ ડિગ્રી સે. પર ગરમ કરો. એક બાઉલમાં કેપ્સિકમ,મકાઇના દાણા,સમારેલા લીલાં મરચાં , ચીઝનું છીણ, કોથમીર, ડુંગળી, મરીનો પાઉડર અને મીઠું મિકસ કરો. પછી લોઢી ગરમ કરી બ્રેડની સ્લાઇસને એક સાઇડે શેકો. બીજી તરફ મકાઇના દાણા અને ચીઝનું મિશ્રણ પાથરો. તેને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બેક થવા દો. દરેક સ્લાઇસને ત્રાંસી કાપી ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.

Corn Vegetable


*મકાઈનું શાકઃ


*સામગ્રી:

-1KG મકાઈ
-દેશી ઘી બે ચમચા
-બે-ત્રણ કાપેલા લાલ મરચાં
-લસણની કળીઓ
-મીઠું સ્વાદ મુજબ
-લાલ મરચું,ચપટી હિંગ
-બે-ત્રણ નંગ વાટેલા લવિંગ
-અડધો ચમચો હળદર, જીરું
-ત્રણ ચમચા દળેલું ધાણાજીરું
-સજાવટ માટે કોથમીર


*રીતઃ

મકાઈ ના દાણા કાઢીને શેકીલો અથવા બાફી લો પછી કડાઈમાં એક ચમચો ઘી નાખી એ આછું બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો. એને અલગ કાઢી લો. પછી કડાઈમાં વધેલું ઘી નાંખીને હીંગની ભૂકી, જીરૂં, લવિંગ તેમજ લીલાં મરચાં નાખો. સહેજ ભૂરું થાય એટલે બીજા મસાલા થોડું પાણી નાખી મેળવી દો. મસાલા થઇ  જાય એટલે એમાં પાણી નાખો. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે શેકેલા મકાઈના કણો એમાં નાખો ને ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી પકવો. નીચે ઉતારીને કોથમીરથી સજાવો.

Monday, December 30, 2013

Black Forest Cake


બ્લેક ફોરેસ્ટ કેક:-

*સામગ્રી:


૨ કપ દૂધ

૧૦૦ ગ્રામ બટર
૨૫૦ ગ્રામ મેંદો
૧૫૦ ગ્રામ દળેલી ખાંડ
૧ ૧/૨ T.સ્પૂન બેકિંગ પાવડર
૧ ૧/૨ T.સ્પૂન કોકો પાવડર
૩ T.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર

૧/૨ ચમચી સાજી ના ફૂલ (ખરો)



*આઈસીંગ માટેની સામગ્રી:

૨૫૦ ગ્રામ ફ્રેશ ક્રીમ
૧૦૦ ગ્રામ આઈસીંગ સુગર
૧ કપ છીણેલી ચોકલેટ
૧/૪ ટી.સ્પૂન વેનીલા એસેન્સ


*સજાવટ(ગાર્નીશીગ):ચેરી


*રીત:

બટર માં દળેલી ખાંડ ઉમેરી ખુબ જ ફીણી હલકું કરો .તેને બાજુ પર રાખી દો. હવે મેંદો,
બેકિંગ પાવડર,સાજી ના ફૂલ ,કોકો પાવડર તથા ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર ને ભેગા કરી ૩ થી
૪ વાર ચાળી લો.હવે બટર વાળા મિશ્રણ માં થોડું દૂધ નાખી ફીણી લેવું પછી તેમાં ધીમે ધીમે મેંદાનું મિશ્રણ અને દૂધ નાખતા જવું અને બિટર થી બીટ કરતા જવું.એક જ દિશા માં બીટ કરવું.લગભગ ૧૦ મિનીટ માટે બીટ કરવું .ગ્રીસ કરેલા માઈક્રો ઓવન પ્રૂફ બાઉલ માં રેડી માઈક્રો મીડીયમ પર ૮ મિનીટ માટે રાખો .
કેક ઠંડી થઇ જાય એટલે વાયર રેક પર અન મોલ્ડ કરી લેવી.બરોબર ઠંડી થાય એટલે તેના વચ્ચે થી
૨ ભાગ કરી બન્ને ભાગ પર સુગર સીરપ થી સોકીંગ કરવું.અને પછી આઈસીંગ કરવું.

આઈસીંગ માટે ક્રીમ ના બાઉલ ને બરફ વાળા વાસણ માં મૂકી તેમાં આઈસીંગ સુગર તથા
વેનીલા એસેન્સ નાખી બિટર કે ચમચા વડે બીટ કરવું. તૈયાર થયેલા આઈસીંગ ને કેક ના બે ભાગ ની વચ્ચે તથા કેક ની ઉપર લગાવી લો.ત્યાર બાદ તેની પર છીણેલી ચોકલેટ ભભરાવો.ઉપર ચેરી મૂકી સર્વ કરો.

Kathiyavadi Dahi (Yogurt)


દહીં:-

*સામગ્રી :

૧ કપ : મીલ્ક પાવડર
૨ ચમચી : છાશ
૨ ૧/૨ કપ: ઉકાળેલું પાણી


*રીત:

પાણી ને ઉકાળી તેમાં મીલ્ક પાવડર નાખી, બરાબર મિક્ષ કરી લો.પછી તે થોડું ઠંડુ થઇ જાય પછી તેમાં છાશ નાખી જરા હલાવી ઢાકણ ઢાકી ગરમ જગ્યા એ ૮ થી ૧૦ કલાક રાખી મુકો પછી ફ્રીજ માં રાખીદો

Mix Vegetable


મીકસ વેજીટેબલ:

*સામગ્રી :

કોબીજ
ફલાવર
લીલા વટાણા
ગાજર
(
બધુ ૫૦ ગ્રામ) 
મરચું
ધાણાજીરું
ખાંડ
(બધુ ૧ ચમચી)
અડધી ચમચી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે


*ગ્રેવી માટે સામગ્રી :

૪ થી ૫ નંગ ટમેટા,
૨ થી ૩ નંગ લીલા મરચાં,
કાજુના ટુકડાની પેસ્ટ,
૧ ચમચી તજ-લવિંગનો ભૂકો,
વઘાર માટે તેલ અને ઘી,


*રીત :
સૌ પ્રથમ બધા જ શાકભાજી બાફી લો.  હવે ગ્રેવી બનાવવા માટે ટમેટાં, લીલા મરચાં, કાજુની પેસ્ટ, તર-લવિંગનો ભૂકો - આ બધું જ ભેગું કરી ક્રશ કરી લો. એક કઢાઈમાં તેલ-ઘીનો વઘાર મૂકી ગ્રેવી ઉમેરવી. ત્યારબાદ તેમાં બાફેલાં શાકભાજી નાખી, ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરવો. ગ્રેવીનું પાણી થોડું બળવા દેવું.