*પીઝાઃ
*સામગ્રી :
2 ચમચા -ઓલિવ ઓઈલ
1 ચમચી -ખાંડ
4 કપ -મેંદો
10 ગ્રામ -યીસ્ટ
1 ચમચી મીઠું
*સોસ માટે સામગ્રી:
2 ચમચા -ઓલિવ ઓઈલ
અડધી ચમચી -ઓરેગાનો (સૂકો)
2 નંગ -ડુંગળી
6 કળી -લસણ
10-12 નંગ -ટામેટાં
8-10 -તુલસીનાં પાન
2 કપ -ટોમેટો પ્યોરી
1 ચમચી -ખાંડ
સફેદ મરીનો પાઉડર સ્વાદ મુજબ
*ટોપિંગ્ઝ માટે સામગ્રી:
અડધું -લાલ કેપ્સિકમ,પીળું કેપ્સિકમ
3-4 નંગ -ડુંગળી
2 કપ -મોઝેરેલા ચીઝ (છીણેલું)
બટન મશરૂમ – 4-5 નંગ (ખાતા હોય તો)
*રીત :
મેંદામાં મીઠું નાખી ચાળી લો. તેમાં નવશેકા પાણીમાં થોડી ખાંડ સાથે યીસ્ટ ઘોળી મેંદામાં સારી રીતે મિકસ કરો. પછી જરૂર પ્રમાણે પાણી લઈ કણક બાંધો. તેને એક કલાક સુધી રહેવા દો. કણકને ફરીથી કૂણવી અને તેમાં ઓલિવ ઓઈલ ભેળવો. પછી તેના ચાર સરખા ભાગ કરો. દરેકને ભીના કપડામાં વીંટાળી એક તરફ રહેવા દો, જેથી તે બરાબર ફૂલી જશે. ટામેટાં અને બે ડુંગળીમાંથી થોડી ડુંગળી બારીક સમારો અને થોડી ડુંગળીની સ્લાઈસ કરો. લસણ છોલીને સમારી લો. તુલસીનાં પાન ધોઈને કોરા કરો. કેપ્સિકમ બારીક સમારો. બટન મશરૂમને ધોઈને પછી સ્લાઈસ કરો.
લૂઆમાંથી એક સે.મી. જેટલી જાડાઈના પિઝા બેઝ વણો. ઓવનને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો. બેકિંગ ટ્રેમાં આ પિઝા બેઝને ગોઠવો. તેના પર થોડો ટોમેટો સોસ પછી ચીઝનો પાતળો થર કરો. સમારેલાં કેપ્સિકમ ગોઠવીને તેના પર મીઠું અને મરીનો પાઉડર ભભરાવો. ફરી ચીઝનો થર કરી થોડું ઓલિવ-ઓઈલ અને ઓરેગાનો ભભરાવો. હવે તેને પચીસ મિનિટ સુધી બેક થવા દો. ઓવનમાંથી બહાર કાઢયા બાદ પિઝા પર થોડું ઓલિવ-ઓઈલ લગાવો. પિઝા કટરથી તેના પીસ કરીને ગરમ સર્વ કરો.
સોસ માટે ની રીત:
ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઈસ અને લસણ એકાદ મિનિટ સુધી સાંતળો. તેમાં તુલસીનાં પાન તથા ટામેટાં ભેળવો એક-બે મિનિટ માટે સાંતડી તેમાં ટોમેટો પ્યોરી મિકસ કરો. પછી સૂકો ઓરેગાનો, મીઠું, સફેદ મરીનો પાઉડર અને ખાંડ નાખીને હલાવો.
No comments:
Post a Comment