*મકાઈનું શાકઃ
*સામગ્રી:
-1KG મકાઈ
-દેશી ઘી બે ચમચા
-બે-ત્રણ કાપેલા લાલ મરચાં
-લસણની કળીઓ
-મીઠું સ્વાદ મુજબ
-લાલ મરચું,ચપટી હિંગ
-બે-ત્રણ નંગ વાટેલા લવિંગ
-અડધો ચમચો હળદર, જીરું
-ત્રણ ચમચા દળેલું ધાણાજીરું
-સજાવટ માટે કોથમીર
*રીતઃ
મકાઈ ના દાણા કાઢીને શેકીલો અથવા બાફી લો પછી કડાઈમાં એક ચમચો ઘી નાખી એ આછું બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો. એને અલગ કાઢી લો. પછી કડાઈમાં વધેલું ઘી નાંખીને હીંગની ભૂકી, જીરૂં, લવિંગ તેમજ લીલાં મરચાં નાખો. સહેજ ભૂરું થાય એટલે બીજા મસાલા થોડું પાણી નાખી મેળવી દો. મસાલા થઇ જાય એટલે એમાં પાણી નાખો. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે શેકેલા મકાઈના કણો એમાં નાખો ને ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી પકવો. નીચે ઉતારીને કોથમીરથી સજાવો.
No comments:
Post a Comment