Saturday, September 28, 2013

Sev Usal


સેવ ઉસળ :


સામગ્રી :-

૧/૨ ટી સ્પૂન હળદર
૧ ટી સ્પૂન લાલ મરચું
૧ ટી સ્પૂન ધાણાજીરુ
૧/૨ ટી સ્પૂન રાઈ
૧/૨ ટી સ્પૂન જીરુ 


૨ કપ વટાણા (સૂકા લીલા Dry green peas)
૨ બટાકા બાફેલા
૧૫ ગ્રામ આમલી
૩ ટેબલ સ્પૂન ગોળ / ખાંડ (આમલી અને ગોળ/ખાંડને બદલે ગોળ આમલીનો જાડો રસો લઈ શકાય તે વધુ સરળ રહે છે)
૪ ટેબલ સ્પૂન ગોળ આમલીનો જાડો રસો
૧/૨ ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ
૧ચપટી હિંગ
૩ લવિંગ
૧ નાનો ટુકડો તજ
મીઠું સ્વાદ પ્રમાણે

 
સર્વ કરતી વખતે :-

૧ કપ બેસનની સેવ
૨ ડુંગળી ઝીણી સમારેલી
૨ ટેબલ સ્પૂન લસણની ચટણી
૨ ટેબલ સ્પૂન લીલી ચટણી
૨ ટેબલ સ્પૂન મીઠી ચટણી

 
રીત :-
 
 વટાણાને ૭ થી ૮ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી કૂકરમાં ૫ થી ૬ વ્હીસલ વાગે ત્યાં સુધી બફાવા દો. (થોડા ફેંદાઈ જાય ત્યાં સુધી) હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ નાખી સહેજ તતડે એટલે તેમાં હીંગ અને તજ લવિંગનો વઘાર કરો. હવે તેમાં બાફેલા વટાણાને જે પાણીમાં બાફ્યા હોય તે પાણી સહિત તેમાં નાખો.

બાફેલા બટાકાને પણ છૂંદીને તેમાં ઉમેરો. હવે એક પછી એક બધો જ મસાલો અને ગોળ આમલીનો રસો ઉમેરી લો થોડી વાર હલાવો અને ત્યારબાદ ૧ ગ્લાસ પાણી ઉમેરી બધું જ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
હવે એક સર્વિંગ બાઉલમાં કાઢીને તેની ઉપર ઝીણી સમારેલી લીલી કોથમીર છાંટીને રાખો.

પીરસતી વખતે પ્લેટ કે પહોળા બાઉલમાં નાખી તેને ત્રણે ચટણીઓ (લસણની, લીલી અને ગળી ચટણી) અને સેવ તથા ઝીણી સમારેલી ડુંગળી વડે સજાવો

No comments:

Post a Comment